બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં અજાણ્યા વાહનની અડફેટે પદયાત્રીનું મોત થયું છે,તો સાળંગપુર જતા 2 પદયાત્રીઓને અકસમાત નડયો છે,જેમાં અજાણ્યાવાહને કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલક ઘટના સ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયો છે,સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથધરી છે.


સલામતી માટે પાછળ આવતી હતી પદયાત્રીની કાર

બાવળા-બગોદરા રોડ પર અકસ્માતની ઘટના વારંવાર બનતી હોય છે આવી જ એક ઘટના ગત રાત્રે બની હતી જેમાં અજાણ્યા વાહને એક કારને ટક્કર મારી અને કારે પદયાત્રીને ટક્કર મારી હતી જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળે મોત થયું તો અન્ય પદયાત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ ખસેડાયો હતો,તો પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,જે વ્યકિતનું મોત થયું છે તેના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.

ભમાસરા પાટીયા નજીક બની ઘટના

અમદાવાદથી ચોટીલા જતા બે પદયાત્રીઓને ભમાસરા પાટીયા નજીક અકસ્માત નડયો છે,મોડી રાત્રે આ ઘટના બની છે.સલામતી માટે પાછળ કાર ચાલી રહી હતી અને કારને પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારતા આ ઘટના બની છે,તો ટક્કર મારી અજાણ્યું વાહન ફરાર થઈ ગયુ હતુ,જેમાં આગળ ચાલી રહેલા બંને પદયાત્રીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા,ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે બાવળા સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે જેમાં સારવાર દરમિયાન રઘુભાઈ દેસાઈ ઉંમર વર્ષ 37 નું મૃત્યુ છે.તો ઇજાગ્રસ્ત દીપ પટેલ ઉંમર વર્ષ 27ને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો છે.

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

 

  • Follow us on: