• 14 નવેમ્બરે ગેસ લીકેજ બાદ આગનો બનાવ બન્યો હતો
  • ઈજાગ્રસ્તોમાં પાંચ પૈકી ત્રણ બાળકો, માતાની હાલત ગંભીર
  • દૂધ ગરમ કરવા જતા આગ લાગી હતી

સુરતમાં ગેસ લીકેજ ઘટનામાં એકનું મોત થયુ છે. જેમાં એક જ પરિવારના પાંચ લોકો દાઝી ગયા હતા. 14 નવેમ્બરે ગેસ લીકેજ બાદ આગનો બનાવ બન્યો હતો. તેમાં ઈજાગ્રસ્તોમાં પાંચ પૈકી ત્રણ બાળકો, માતાની હાલત ગંભીર છે. દૂધ ગરમ કરવા જતા આગ લાગી હતી.

ઘરમાં આગ લાગવાના મામલે એક જ પરિવારના પાંચ લોકો દાજી ગયા

ઘરમાં આગ લાગવાના મામલે એક જ પરિવારના પાંચ લોકો દાજી ગયા હતા. તેમાં ફિરોઝ અંસારીનું મોત નીપજ્યું છે. 14મી તારીખે ઘટના બની હતી. તેમાં ઈજાગ્રસ્તમાં પાંચ પૈકી ત્રણ બાળકોનો સમાવેશ થયો છે. તેમાં સારવાર દરમિયાન પિતાનું મોત નીપજ્યું છે. તથા પત્નીની હાલત હજી પણ ગંભીર છે. સચિન સ્થિત સાંઈનાથ સોસાયટીનો બનાવ હતો. તેમાં દૂધ ગરમ કરવા જતા ઘરમાં આગ લાગી હતી.

ત્રણેય બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

ત્રણ બાળકોની તબીયત હાલ સ્થિર છે. હવે ત્રણેય બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. રાત્રે મહિલા પોતાના બાળક માટે દૂધ ગરમ કરવા રસોઈ ઘરમાં ગઈ હતી. જ્યાં તેણે માચીસ સળગાવતા ઘરમાં આગ ફાટી નીકળી હતી. આ બનાવમાં પતિ-પત્ની સહિત ત્રણ બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા.બનાવની મળતી વિગત અનુસાર સુરત શહેરના સચિન વિસ્તારમાં અન્સારી પરિવાર રહે છે. 25 વર્ષીય ફિરોજ અન્સારી સંચા કારખાનામાં કામ કરે છે. ફિરોજના પરિવારમાં પત્ની અને 3 બાળકો સહિત માતા અને બહેન સાથે રહે છે. રાત્રીના આશરે 2:00 વાગ્યાના અરસામાં ફિરોજનો 4 માસનો પુત્ર ભૂખ લાગતાં રડવા લાગ્યો હતો. ફિરોઝની પત્ની જેમીન દૂધ ગરમ કરવા માટે રસોઈઘરમાં પહોંચી હતી. ત્યારે આ ઘટના બની હતી.


  • Follow us on: