• દ્રૌપદી મુર્મુના ગુજરાત પ્રવાસ પર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની પ્રતિક્રિયા
  • ગુજરાતના તમામ ધારાસભ્યો કાલે ભૂલચૂક વિના મતદાન કરશે
  • ગુજરાતના એક MLAના એક મતનો ભારાંક 147


રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપની આગેવાનીવાળા NDAના ઉમેદવાર દ્રોપદી મુર્મુ રવિવારે પ્રચાર માટે ગુજરાત આવ્યા હતા. આ માટે ગુજરાત ભાજપે પોતાના 111 ધારાસભ્યોને શનિવારે ગાંધીનગર બોલાવ્યા હતા. આ બેઠક બાદ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુપ્ત મતદાન હોવાથી વિપક્ષના ધારાસભ્યો પણ NDA ઉમેદવારને મત આપશે તેમ જણાવ્યું હતું.

અહીના સ્વર્ણિમ સંકૂલ-2ના હોલમાં સોમવારે યોજાનારા મતદાન માટે મોકપોલથી ટ્રેનિંગ શરૂ કરવામાં આવી હતી. એટલુ જ નહી, સોમવારે મતદાન અને ત્યારબાદ મતગણતરી બાદ ચૂંટાયેલા રાષ્ટ્રપતિના નામની જાહેરાત ન થાય ત્યાં સુધી એક પણ ધારાસભ્યોને ગાંધીનગર બહાર ન જવા વિધાનસભાના ચીફ વ્હિપ દ્વારા સૂચના આપવામાં આવી છે.

રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, આપણા મહાન દેશ ભારતનું સૌથી મોટું પદ એટલે રાષ્ટ્રપતિનું પદ. આ પ્રેસિડન્ટના પદ માટે આવતીકાલે સમગ્ર દેશમાં ચૂંટણી માટે મતદાન થવાનું છે. તમામ રાજ્યોમાં તેમજ લોકસભામાં મતદાન થશે. આ મતદાનની અંદર ગુજરાતના તમામ ધારાસભ્યો મતદાન કરશે. PM મોદીએ લોકશાહીને વધારે મજબૂત કરવા માટે તમામ પક્ષોને આહ્વાન કર્યું છે કે, તમામ પક્ષોના તમામ ધારાસભ્યોએ વિપરીત સંજોગ હોય તો પણ મતદાન અવશ્ય કરવું જોઈએ.

ભાજપના વિધાનસભા પક્ષની આજે બેઠક હતી. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મુ આજે ગુજરાતની મુલાકાતે પધાર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહ્યાં હતા. ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કેન્દ્રમાંથી મંત્રી ભારતીબેન હાજર રહ્યાં હતા.



ખાસ કરીને દ્રોપદી મુર્મુજીનો જન્મદિવસ 20 તારીખે હતો અને 21 તારીખે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારીનું ફોર્મ ભરવાનું થયું હતુ. કર્મ અને ભાગ્ય સાથે ચાલે છે. ભાજપની નેમ રહી છે કે, સબ સમાજ કો સાથ લિયે આગે હી બઢતે જાના. આજ મુદ્દાઓ પર મુર્મુજીની પસંદગી થઈ, ત્યારે 3 વાતો ઉભરીને આવી છે.

દ્રોપદી મુર્મુ જીતવાની સાથે સૌથી નાની વયના મહિલા રાષ્ટ્રપતિ બનશે. તેઓ ઝારખંડના રાજ્યપાલ પણ હતા અને સતત 6 વર્ષ સુધી ઝારખંડમાં કોઈ ગવર્નર રહ્યું હોય, તેવો પ્રથમ પ્રસંગ બન્યો છે. રાષ્ટ્રપતિ પદ પર જવા માટે ભાજપને વિશ્વાસ છે કે, દ્રોપદી મુર્મુ અત્યાર સુધી ચૂંટાયેલા તમામ રાષ્ટ્રપતિઓમાં સર્વાધિક મતોથી જીતશે.

મુર્મુજીએ 2 ટર્મ ધારાસભ્ય તરીકે ઓડિશામાં હતા. જ્યાં નિલકંઠ બેસ્ટ ધારાસભ્યનો એવોર્ડ અપાય છે, જે તેમને મળ્યો હતો. લોકશાહીની પરંપરામાં, સામાજિક વ્યવસ્થામાં આદિજાતિના લોકોની મદદ માટે તેમનો જે રસ રહ્યો છે એવા સૌમ્ય દ્રોપદી મુર્મુને ભાજપની વરિષ્ઠ નેતાગીરીએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યાં છે.

ભાજપના તમામ ધારાસભ્યોએ એકી અવાજે દ્રોપદી મુર્મુને જીતાડવા માટે અને મત આપવા માટે ગઈકાલથી આવ્યા છે અને સતત હાજર રહ્યાં છે અને આવતીકાલે મતદાન સુધી હાજર રેહવાના છે.

આનાથી સાબિત થાય છે કે, વિપક્ષની જેમ અમે દેખાડો નથી કરતાં. ભાજપ ઊંચનીચમાં માનતી નથી. સમાજના તમામ વર્ગોને સરખુ પ્રતિનિધિત્વ મળે એના માટે એમનો આ પ્રયાસ છે.

ભાજપના 111 ધારાસભ્યોના મત છે. જે તમામ કાલે ભૂલચૂક વિના મુર્મુને મત આપશે તેનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અન્ય પક્ષના ધારાસભ્ય મિત્રો પણ આ બાબત જોઈને મુર્મુને મત આપી શકે છે. એમને પણ વિનંતી છે કે, તેઓ મુર્મુને મત આપે. વિપક્ષ પણ સમજી ગયું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુપ્ત મતદાન હોય છે. આ મતની ગુપ્તતા અને અગત્યતા છે. આથી ઘણાં બધા મત એનડીએના સમર્થિત ઉમેદવારને મળી શકે છે.

ગુજરાતના એક MLAના એક મતનો ભારાંક 147

ગુજરાત વિધાનસભામાં હાલમાં 182 પૈકી 179 ધારાસભ્યો છે. ત્રણ બેઠકો ખાલી છે. આ ચૂંટણીમાં વસ્તી ગણતરીને આધારે જે તે રાજ્યના મતોનો ભારંક નક્કી થતો હોય છે. ગુજરાતના મતોનું મૂલ્ય (ભારાંક) 26,754 થવા જાય છે. આ ગણતરીએ એક ધારાસભ્યના મતનો ભારાંક 147 છે. આથી, ભાજપના 111 ધારાસભ્યોના મતોનું મૂલ્યનું 16,317 થશે.


  • Follow us on: