• અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનની ખરાબ રીતે હાર
  • અફઘાનિસ્તાને 8 વિકેટે જીતી મેચ
  • પાકિસ્તાનની હાર બાદ વસીમ અકરમને આવ્યો ગુસ્સો

વર્લ્ડકપ 2023માં પાકિસ્તાની ટીમ ખુબ ખરાબ પ્રદર્શન કરી રહી છે. પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપની 22મી મેચમાં અફઘાનિસ્તાન સામે પણ હારી છે. આ પહેલાં પાકિસ્તાની ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે પણ હારી હતી. આવી સ્થિતિમાં હવે પાકિસ્તાનની ટીકા ખુદ પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ પણ કરવા લાગ્યા છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે વર્લ્ડકપ રમવા ગયેલી પાકિસ્તાની ટીમની ટીકા કરી છે.

પાકિસ્તાની ખેલાડીઓ પર કાઢ્યો રોષ

અફઘાનિસ્તાન સામે મળેલી હારની ચર્ચા કરવા સમયે વસીમ અકરમે બાબર આઝમના નૈતૃત્વમાં વર્લ્ડકપ રમવા ગયેલા તમામ ખેલાડીઓ પર નારાજગી વ્યક્તદ કરી છે. તેમણે પાકિસ્તાની ખેલાડીઓની ફિટનેસ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, અમે 3 અઠવાડિયાથી બુમો પાડીને કહેતા હતા કે, ગત 2 વર્ષથી આ ખેલાડીઓને ફિટનેસ ટેસ્ટ થયો નથી. એવું લાગે છે કે, આ 8-8 કિલો કડાઈ ખાઈ રહ્યા છે.

પાકિસ્તાની ટીમ ખરાબ ફીલ્ડિંગ માટે પ્રખ્યાત

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ટીમ ગત કેટલાક દાયકાથી ખરાબ ફીલ્ડિંગ માટે પ્રખ્યાત છે, પરંતુ તેના બોલર અને બેટ્સમેન સારૂં પ્રદર્શન કરતા હતા. જેના કારણે ખરાબ ફીલ્ડિંગ જોવા મળતી નહતી, પરંતુ આ વખતે એવું થયું નથી. આ વર્લ્ડકપમાં પાકિસ્તાનની બોલિંગ અને બેટિંગ નિરાશાજનક રહી છે. જેથી તેની ખરાબ ફીલ્ડિંગ વધુ ખરાબ લાગી રહી છે. 

  • Follow us on: