- મોબાઇલ બ્લાસ્ટ થતા યુવાનને પહોંચી ઇજા
- ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયો
- સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
અત્યારે સૌ કોઈ મોબાઈલ રાખે જ છે. ત્યારે ઉનામાં એક યુવાનના ખીસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થતાં અફરા તફરી મચી ગઈ હતી. ઉના શહેરમાં યુવાન એક ઓફિસમાં આરામથી બેઠો હતો ત્યારે અચાનક જ ખિસ્સામાં રહેલો VIVOનો મોબાઇલ અચાનક બ્લાસ્ટ થયો હતો. મોબાઇલ બ્લાસ્ટ થતાં યુવાન પગના સાથળના ભાગે અને હાથના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો.














