પારડીની સરસ્વતી નર્સિંગ કોલેજમાં વીર નર્મદ યુનિવર્સિટીની ટીમે માસ કોપી કેસ મામલે રેડ પાડી હતી. ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ તપાસ માટે કોલેજમાં ગઇ હતી. આ દરમિયાન સિનિયર વિદ્યાર્થીઓ જુનિયરોને કોપી કરાવતા હતાં. ફ્લાઈંગ સ્ક્વોડે 30 જેટલા વિદ્યાર્થીઓને જવાબ લખાવતા પકડી પાડ્યા હતાં. પરીક્ષા રૂમમાં સીસીટીવીનું મોનિટરિંગ પણ નહોતુ થતું.
30 વિદ્યાર્થીઓને ફ્લાઈંગ સ્કવોડે ઝડપી પાડ્યા













