અમદાવાદ શહેરમાં કાયદાનું જાહેરમાં ભંગ થતું જોવા મળે છે. તો તેમની સામે કાયદાનો ગાળિયો કસવો જરુરી બન્યો છે. છરીના ઘા ઝીંકી દેવા જેવી અનેક ઘટનાઓ બનતી હોય છે. ત્યારે અમદાવાદમાં આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં રીક્ષાચાલકે ભાડું માંગતા પેસેન્જરે છરીના ઘા ઝીંકી દીધા હતા. આવા અપરાધીઓને કાયદાનું ભાન કરાવવું ખૂબ જ જરુરી છે.
પેસેન્જરે રિક્ષાચાલક પર હુમલો કર્યો
આજે ગુજરાતમાં મારામારી, કત્લ જેવા ગુનાઓ ખૂબ જ વધી ગયા છે.જેના લીધે ક્રાઈમ ખૂબ જ વધી રહ્યો છે. અમદાવાદમાં જ અવારનવાર મારામારી, કત્લની ઘટનાઓ સામે આવે છે. ત્યારે અમદાવાદના ઠક્કરબાપા નગરમાં એક બનાવ બન્યો હતો. એક રીક્ષાચાલકને પેસેન્જરે છરીના ઘા ઝીંકી દીધા હતા. રીક્ષાચાલકે ભાડું માંગતા તેણે છરી મારી હતી.આ માથાભારે પેસેન્જરે રીક્ષા ચાલકને કહ્યું કે, હું શેરીનો દાદો છું. તું મને ઓળખતો નથી. તેમ કહીને છરીથી હુમલો કરી દીધો હતો.
આરોપી સામે પોલીસ ફરિયાદ
આ પેસેન્જર કુબેરનગરથી ઠક્કરબાપાનગર જવા માટે રીક્ષામાં બેઠો હતો.જ્યારે રીક્ષાચાલકે ભાડું માંગતા તેણે છરી મારી દીધી હતી. જે મામલે કૃષ્ણનગર પોલીસે આરોપી મહેન્દ્ર માહોર સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. આવા ઘણા બનાવો આપણી વચ્ચે બનતાં જ હોય છે ત્યારે અગાઉ પણ આવી ઘટનાઓ બનેલી છે. અમદાવાદના બહેરામપુરામાં 4 શખ્સોએ યુવક પર તલવાર અને છરીના ઘા ઝીંકીને ફરાર થઈ ગયા હતા. તો પાર્ક કરેલા રિક્ષા,કાર અને પાન પાર્લરને નુકસાન પહોંચાડ્યું હતું. આરોપીઓ સામે કાગડાપીઠ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.