પાટણ LCBને મોટી સફળતા મળી છે. LCBએ ગેરકાયદે વસવાટ કરતા 2 બાંગ્લાદેશી નાગરિકો ઝડપ્યા છે. બે બાંગ્લાદેશીઓને પકડીને પોલીસે તપાસ શરૂ કરી છે. સિદ્ધપુરના દેથળી ગામથી બાંગ્લાદેશી દંપતી ઝડપાયું છે. તેઓ છેલ્લા 15 વર્ષથી બંને બાંગ્લાદેશી ઘુસણખોરી કરીને ગુજરાતના અલગ અલગ શહેરોમાં વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે.
2 બાંગ્લાદેશી નાગરિકો ઝડપ્યા
બાંગ્લાદેશી દંપતી પાસેથી ભારતીય બનાવટના ઓળખ પુરાવા પણ મળી આવ્યા હતા. બાંગ્લાદેશી ઇસમોએ બનાવટી ભારતીય ઓળખ પુરાવા બનાવીને બંનેએ નિકાહ પણ કર્યા હતા. સાથે જ જણાવા મળ્યું છે કે, બંને બાંગ્લાદેશીઓ બાંગ્લાદેશના પુરોલીયા ગામના અને કાલીયા જિલ્લાના રહેવાસી છે. પોલીસે બાંગ્લાદેશી દંપતીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે.
દમણમાંથી 5 બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ
આ સાથે જ દમણમાં 2 પહેલા ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી ઝડપાયા હતા. દેવકા અને નાની દમણમાંથી 5 મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી પાસે વિઝા કે દસ્તાવેજો ન હોવાનું પણ સામે આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાંથી બાંગ્લાદેશ અને પાકિસ્તાનના નાગરિકોને હાંકી કાઢવાની કવાયત તેજ કરાઈ હતી. તે અંતર્ગત સમગ્ર રાજ્યમાં રહેતા વિદેશી નાગરિકોનું વેરિફિકેશન હાથ ધરાયું હતું. પોલીસ અને તંત્રના અધિકારીઓ બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોના વેરિફિકેશન કર્યા હતા. છતાં પણ ગુજરાતના વિવિધ ભાગમાં હજુપણ બાંગ્લાદેશીઓ વસવાટ કરતો જોવા મળે છે.