સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. સુરતના લીંબાયતમાં આતંક મચાવનારા 4 લુખ્ખા તત્વોની પોલીસે ધરપકડ કરી છે. ઘરની બહાર બેસવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં 4 શખ્સોએ મારામારી કરી હતી. જે અંગેના સીસીટીવી સામે આવ્યા છે. આ 4 આરોપીઓએ લાકડા વડે લોકોને માર માર્યો હતો. તો પોલીસે આરોપીઓને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


સુરતમાં લુખ્ખા તત્ત્વોનો આતંક

સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્ત્વો બેફામ બની ગયા હોવાનું જાણવા મળ્યું છે. સુરતના લીંબાયતમાં લુખ્ખા તત્વો દ્વારા આંતક મચાવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. તો લીંબાયત પોલીસે લુખ્ખા તત્ત્વોની ધરપકડ કરી હતી. ઘર બહાર ન બેસવાનું કહેતા આરોપીઓએ તોફાન મચાવ્યું હતું. તો લોકો પર લાકડા વડે હુમલો પણ કર્યો હતો.જેના લીધે લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો.

સુરતમાં અગાઉ બનેલી આવી ઘટના

સુરતમાં તાજેતરમાં પણ આવી ઘટનાઓ બનેલી છે. જેમાં લુખ્ખા તત્ત્વો બેફામ બનીને લોકોને રંજાડતા હોવાનું સામે આવ્યું છે. સુરતમાં અગાઉ પણ બાળકના સામાન્ય ઝઘડામાં ઈન્દરપુરમાં દીવાન ગેંગના આસિફ તલવાર અને તેના સાગરિતે તલવાર અને છરી વડે લોકો પર હુમલો કરી દીધો હતો. જેના લીધે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેની સામે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.


  • Follow us on: