સુરતના અમરોલીમાં એક યુવકની હત્યાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. અમરોલી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.  3 આરોપીઓએ પત્નીનો મોબાઈલ નંબર માંગી પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 3 આરોપીઓએ યુવકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. જે મામલે અમરોલી પોલીસે આરોપી મુક્તસીદ, સાહિલ અને ફારૂક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ 3 આરોપીઓએ અન્ય એકને પણ ચપ્પાના ઘા ઝીંક્યા હતા.યુવકની હત્યા બાદ 3 આરોપીઓ ફરાર થઇ ગયા હતા.


સુરતમાં યુવકની હત્યા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી કોસાડ આવાસમાં યુવકની હત્યા મામલો સામે આવ્યો હતો. જે મામલે અમરોલી પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા હતા. આ 3 આરોપીઓએ યુવકની પત્નીનો નંબર માંગીને ચપ્પુના ઘા ઝીંકી દઈને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઉપરાંત તે 3 આરોપીઓએ અન્ય એકને પણ ચપ્પાના ઘા ઝીક્યા હતા. જે બાદ આરોપીઓ હત્યા બાદ ફરાર જતા આ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી

સુરતમાં અન્ય ઘટનાઓ

સુરતમાં અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે. જેમાં આરોપીઓએ નિર્દોષ લોકોની હત્યાઓ કરી છે. તાજેતરની ઘટનાઓની જ વાત કરીએ તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં જ એક 17 વર્ષીય રત્નકલાકાર કિશોરની એક નશેડીએ હત્યા કરી નાખી હતી.સુરતના ડિંડોલીમાં પણ એક યુવકની નજીવી બાબતમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.જે મામલે આરોપી પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી હતી.આવી ઘણી ઘટનાઓ સુરતમાં અવારનવાર સામે આવતી રહે છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લઈને તેમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.


  • Follow us on: