અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચંડોળા તળાવનો મુખ્ય સૂત્રધાર લલ્લા બિહારીની ધરપકડ કરી છે, પહેલા લલ્લા બિહારીનો પુત્ર ઝડપાયો અને ત્યારબાદ લલ્લાની ધરપકડ કરાઈ છે, લલ્લા બે દિવસથી ફરાર હતો ત્યારે પોલીસે તેની અટકાયત કરી છે, લલ્લાએ બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીનું નેટવર્ક ઉભુ કર્યું હતું અને ચંડોળામાં ઘૂસણખોરોને રહેવાની વ્યવસ્થા કરતો હતો, તે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પાસે લાખો રુપિયા લઇને જગ્યા આપતો હતો અને બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો. રાજસ્થાનથી પોલીસે લલ્લાની કરી ધરપકડ.
બિહારીએ કાળી કમાણીથી ઝુંપડપટ્ટીની વચ્ચે આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યા હતાં
અમદાવાદના ચંડોળા તળાવમાં છેલ્લા બે દિવસથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, અત્યાર સધી આ વિસ્તારમાં ઝુંપડપટ્ટી હોવાનું જણાતું હતું. પરંતુ જ્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે તંત્રની પણ આંખો પહોળી થઈ ગઈ હતી. મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીએ કાળી કમાણીથી ઝુંપડપટ્ટીની વચ્ચે આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યા હતાં. તેણે આલિશાન બંગલાને એવી રીતે રાખ્યો હતો કે, ગૂગલ મેપ પણ તેને પકડીના શકે. આ ઉપરાંત તેના ઘરમાંથી ઘૂસણખોરોને ક્યાં રાખવા તેની યાદી પણ મળી આવી હતી.

લલ્લાની જબરદસ્ત મોડસ ઓપરેન્ડી
લલ્લા બિહારીએ ચંડોળામાં પોતાનું આખું સામ્રાજ્ય ઉભું કર્યું હતું. બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહ વ્પાપારની પ્રવૃત્તિ કરાવતો હતો. આ ઉપરાંત ગેરકાયદે ફાઈનાન્સનો પણ ધંધો કરતો હતો. આ કાળી કમાણીથી તેણે ચંડોળા તળાવની ઝુંપડપટ્ટીની વચ્ચે આલિશાન બંગલા અને ફાર્મ હાઉસ તૈયાર કર્યા હતાં. ગૂગલ પણ તેના બંગલાને પકડી ના શકે તે માટે તેણે બંગ્લા પણ ઘાસ પાથરી દીધું હતું. માત્ર આગળનો દરવાજો દેખાય તે રીતે બંગલાને તૈયાર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ તંત્રના ધ્યાને આવ્યું નહોતુ. પરંતુ ગઈકાલે જ્યારે પોલીસ અને એએમસીના અધિકારીઓ ઝૂંપડપટ્ટીમાં ઘૂસ્યા ત્યારે બાંધકામ જોઈને તેમની આંખો પહોળી થઈ ગઈ હતી. ત્યાં બાળકો માટે પ્લે હાઉસ પણ બનાવ્યા હતાં. લલ્લા બિહારી 200થી વધુ રિક્ષાઓનો માલિક હતો. રિક્ષાઓ ભાડે આપીને કમાણી કરતો હતો.