અમદાવાદ ચાંગોદરમાં 6 વર્ષની બાળકીની હત્યા કરનાર આરોપીની કરાઈ ધરપકડ. બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરીને પથ્થરથી માથું છુદીને કરાઈ હતી હત્યા. ઓરિયો નામના ડોગએ આરોપીને શોધીને હત્યાનો ભેદ ઉકેલ્યો..
CTV ફૂટેજની ચકાસણી કરી
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી રવીન્દ્રકુમાર મોજીના ધરપકડ 6 વર્ષની બાળકીની હત્યા અને દુષ્કર્મના પ્રયાસ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ચાંગોદર માં આવેલી લેબર કોરોનીમાં 7 એપ્રિલના રોજ 6 વર્ષની બાળકીની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.. જે મામલે ચાંગોદર પોલીસે હત્યાનો ગુનો નોંધીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી.. પોલીસે લેબર કોલોનીમાં રહેતા 100 મજૂરોની પૂછપરછ શરૂ કરી. જ્યારે 50થી વધુ CCTV ફૂટેજની ચકાસણી કરી. આ દરમ્યાન 3 શંકાસ્પદ લોકો મળી આવ્યા હતા.
આ બાળકીની હત્યા કરનાર આરોપી કોણ છે તેની તપાસ માટે પોલીસે ડોગ સ્કોડની મદદ લીધી હતી. ત્યારે ઓરિયા નામનો ડોગ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને ઓરિયા ડોગએ ઘટના સ્થળે બાળકી પાસેથી મળી આવેલા એક કપડાની સ્મેલ પરથી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને પોલીસે આરોપી રવિન્દ્ર મોજીની ધરપકડ કરી હતી.
મજૂરે બાળકીને આપી લાલચ
પોલીસ તપાસમાં સામે આવ્યુ કે આરોપી રવિન્દ્ર મોજી મૂળ બિહારનો રહેવાસી છે અને બે મહિના પહેલા જ અમદાવાદ આવ્યો હતો. આરોપી લેબર કોલોનીમાં રહેતો અને મજુરી કરતો હતો. 7 એપ્રિલના રોજ 6 વર્ષની બાળકી પોતાના ઘર નજીક રમી રહી હતી ત્યારે આરોપી બિસ્કિટ આપવાના બહાને બાળકીને પોતાની ઓરડીમાં લઈ જઈને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ ચીસાચીસ કરતા આરોપીએ પથ્થરથી તેની પર હુમલો કરીને હત્યા કરી દીધી હતી..
ગુનાનો ભેદ ઉકેલાયો
આ આરોપી પરિણીત છે અને દોઢ વર્ષનો દીકરો પણ છે. પત્ની અને બાળક બિહારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. ઓરિયો નામના ડોગએ ફરી વધુ એક ગુનાનો ભેદ ઉકેલીને સફળતા મેળવી છે. અગાઉ મણિનગરમાં પણ ઘરફોડ ચોરીને પકડ્યો હતો..જ્યારે ગ્રામ્યમાં હત્યાના આરોપીને દબોચી લીધો હતો..હાલમાં 6 વર્ષની બાળકીની હત્યા અને દુષ્કર્મ પ્રયાસ કેસમાં ચાંગોદર પોલીસે પોકસો અને હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને મેડિકલ તપાસ કરવામાં આવી છે..













