અમદાવાદના રાણીપમાં લૂંટની ઘટના બની છે,જેમાં વહેલી સવારે ફરિયાદી રીક્ષામાં બેસીને આવી રહ્યા હતા અને તેમની પાસે બેગમાં રોકડ અને સોના-ચાંદીના દાગીના હતા તે સમયે એકટિવા પર આવેલા બે શખ્સોએ ફરિયાદીને એડ્રેસ પૂછવાના બહાને રીક્ષા રોકાવી અને ખોળામાં રહેલ પર્સ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા.


રાણીપ પોલીસ પહોંચી ઘટના સ્થળે

ધી બી.એન.એસ. કલમ ૩૦૪(૨),૫૪ મુજબ એવી રીતે કે ઉપરોક્ત જણાવેલ તા.ટા અને જગ્યાએ આ કામના ફરીયાદી તથા સાહેદ કાલુપુર થી રિક્ષા નંબર GJ-01-TB-2859મા બેસી પ્રબોધરાવલ સર્કલ થઈ ચિમનભાઈ બ્રિજ ના મધ્યભાગે પંહોચતા પહેલા આશરે ૦૫/૦૦ વાગ્યાની આસપાસ એક એક્ટીવા ઉપર આવેલ બે અજાણ્યા ઈસમો પૈકી એક્ટીવા ચાલકે પોતાનુ એકટીવા રિક્ષા ના જમણી બાજુના ભાગેથી ઓવરટેક કરી પોતાનુ એક્ટીવા રિક્ષા પાસે ચલાવી લાવી એક્ટીવાની પાછળ બેસેલ ઈસમે અચાનક સાહેદ ના ખોળામા હાથ નાખી ખોળામાં રહેલ ઉપરોક્ત સોના-ચાંદીના અલગ અલગ દાગીના ૧૫૪ ગ્રામ વજન ના કિંમત રૂપિયા ૧૩,૦૩,૮૦૦/- તથા રોકડા રૂપિયા ૧૫,૦૦૦/- તથા વિવો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- તથા જુની-નવી ઘડીયાળ નંગ -૦૩ કિમત રૂપિયા ૧૮,૦૪૬/- મળી કુલ્લે કિમત રૂપિયા ૧૩,૫૬,૮૪૬/- વાળુ પર્સ ખેંચી ઝુટવી લઈ જઈ પોતાનુ એક્ટીવા પુરઝડપે ચિમનભાઈ બ્રિજ ઉતરી સાબરમતી તરફ ભાગી ગયા હતા.

પોલીસે સીસીટીવી તપાસ્યા

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો,પોલીસને હજી જયાં ઘટના બની તેની આસપાસના સીસીટીવી મળી આવ્યા નથી પરંતુ જે જગ્યાએ ઘટના બની તેની પહેલાની જગ્યાએ એટલે કે રોડ પરના સીસીટીવી પોલીસે તપાસ માટે લીધા છે,હજી પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી,અને ફરિયાદની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

  • Follow us on: