- દિયોદર પોલીસે દસ લાખનો મુદ્દા માલ કબજે કરી ગુનો નોંધ્યો
- 50થી વધારે દુકાનો,પાર્લરો, હોટલ અને આયુર્વેદિક દવાખાનામાં તપાસ થઈ
- ગેરકાદેસર આયુર્વેદિક માદક સીરપની 6,870 બોટલો સહિત 179 બોક્સ કર્યા જપ્ત
રાજ્યમાં શંકાસ્પદ નશીલી સિરપ પર પોલીસ અને ફૂડ વિભાગની સઘન ચેકિંગ ચાલુ કરવામાં આવી છે. આ વચ્ચે બનાસકાંઠાના દિયોદરમાંથી નશીલી સિરપનો મોટો જથ્થો ઝડપાયો છે. જેમાં દિયોદરની પોલીસ દ્વારા વિવિધ સ્થાનો પર દરોડા પાડ્યા હતા. જેમાં 50થી વધારે દુકાનો, પાર્લર, હોટલમાં નશીલી સિરપ વેચાતી હોવાનો ખુલાસો થયો છે.
ગુજરાતમાં ફરી એકવાર શંકાસ્પદ સીરપનો જથ્થો મળી આવ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ સીરપનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. દિયોદર પોલીસ પોતાની તપાસમાં હોટલો અને આયુર્વેદિક દવાખાનામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ, આ કાર્યવાહીમાં 6870 બોટલો સહિત 179 બોક્સને જપ્ત કરવામાં આવ્યા છે.














