આગામી 6થી10 એપ્રિલ લોકમેળાનું પરંપરાગત આયોજન કરવામાં આવી રહ્યું છે. માધવપુરમાં મેળા પૂર્વે દાદાનુ બુલડોઝર ફરી વળ્યુ છે. પોરબંદરના માધવપુરમાં ડિમોલિશનની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. હનુમાન મઢી વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. એક કરોડની 2485 મીટર જગ્યા પર દબાણ હટાવાયું છે. ચા-પાનના ગલ્લાઓ સહિતના દબાણ પર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
માધવપુરમાં મેળા પુર્વ બુલડોઝર એક્શનમાં આવ્યું છે. પોરબંદર સોમનાથ હાઇવે પર બુલડોઝરની કામગીરી હાથ ધરવામાં આવી છે. માધવપુર ખાતે આગામી રામનવમીથી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે યોજાતા લોકમેળા પુર્વ ડિમોલિશનની કામગીરી તેજ કરાઇ છે. એક કરોડની કિંમતની 2485 મીટર ની જગ્યા પર દબાણ દૂર કરતુ તંત્ર....હનુમાન મઢી વિસ્તારમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.













