અમદાવાદ શહેર બન્યું ખાડાનગરી, હા આ વાત સાચી છે, નિકોલમાં ઠેર ઠેર ખાડા અને તૂટેલા રસ્તાના કારણે સ્થાનિકો હેરાન થઈ ગયા છે, અને AMCની પ્રિ-મોન્સૂન કામગીરી ખાડે ગઇ હોય તેવું લાગી રહ્યું છે, તૂટેલા અને ખોદેલા રોડથી લોકોને હાલાકી પડી રહી છે અને વેપારીઓની દુકાન આગળ ખાડા ખોદેલા હોવાથી વેપારીઓને પણ તકલીફ પડી રહી છે.
જીવણવાડીનો એક તરફનો આખો રસ્તો બંધ
સ્થાનિકોનો આક્ષેપ છે કે, જીવણવાડીનો એક તરફનો આખો રસ્તો બંધ છે અને લોકો પોતાની દુકાનોમાં પણ નથી જઇ શક્તા નથી, સ્થાનિકોનું કહેવું છે કે અત્યારે આવી હાલત છે તો ચોમાસા વખતે કેવી હાલત થશે તે તમે પણ વિચારી શકો છે, ભારે વરસાદ આવશે ત્યારે શું થશે તેની ચિંતા સ્થાનિકોને સતાવી રહી છે, AMCના અધિકારીઓને કોઇ રસ જ નથી તેવું સ્થાનિકોનું કહેવું છે, કોર્પોરેટરોને નિકોલ વિસ્તારમાં રસ જ નથી અને છેલ્લા 2 મહિનાથી આ રસ્તો આખો ખોદેલા છે.
અમદાવાદ કોર્પોરેશનનું સુરસુરિયું થયું
અમદાવાદમાં બુધવાર રાતે ભારે પવન સાથે બે કલાકમાં સરેરાશ પડેલા બે ઇંચથી વધુ વરસાદથી પ્રિમોન્સૂન કામગીરીનું સુરસુરિયું થઈ ગયું છે. ગુરુવાર સાંજ સુધી સાબરમતી અન્ડરબ્રિજ સહિત 10 જગ્યાએ ધીમે ધીમે નિકાલ થતાં મોડી સાંજ સુધી પાણી ભરાયેલાં હતાં. નાગરિકોના ટેક્સના નાણાંમાંથી પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ ખર્ચ કરાયેલા કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા હોય તેવા માહોલ જોવા મળ્યો હતો. રાત્રિના સમય પાણી ભરાતાં પાંચ અન્ડરબિજ બંધ કરવા પડયાં હતાં. ગટરના પાણી બેક મારવા લાગ્યા હતાં.
અમદાવાદમાં સરેરાસ 1.45 ઈંચ વરસાદ પડયાનો દાવો
149 સ્થળોએ પાણી ભરાવવાની, 26 જગ્યાએ રોડ બેસવાની, 11 ઝાડ પડવાની અને 6 મકાનો ધરાશાયી થવાની ફરિયાદો મ્યુનિ.ને મળી હતી. ચાંદખેડા, સાયન્સસિટી.. ચાંદલોડિયા, પાલડી, જોધપુર, બોડકદેવ, વાડજ, ગોતા, દૂધેશ્વરમાં સવાથી બે ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે મ્યુનિ.એ સરેરાશ 1.45 ઈંચ વરસાદ પડયાનો દાવો કર્યો હતો.