અમદાવાદમાં સરકારી સ્કૂલમાં એડમિશન લેવા માટેની માગ વધી છે, પ્રાયમરી સ્કૂલમાં એડમિશન માટે સરકારી સ્કૂલોમાં લાઈનો લાગી છે, AMC સંચાલિત પ્રાથમિક શાળામાં એડમિશન માટે લાઈનો લાગી છે, છેલ્લા 10 વર્ષમાં 60,000થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હોવાની વાત સામે આવી છે, જુહાપુરમાં માધ્યમિક શાળામાં એડમિશન માટે લાંબી લાઈનો લાગી છે, ધો.9 માં 260 સીટ માટે 80% વિદ્યાર્થીઓના એડમિશન મંજૂર જેમાં 40 વિદ્યાર્થીઓએ પ્રાઈવેટ સ્કૂલ છોડી સરકારીમાં સ્કૂલમાં એડમિશન લીધુ છે.


ખાનગી શાળાઓ છોડી સરકારી શાળા તરફ વળ્યા વાલીઓ

મોંઘવારી જેમ વધી રહી છે તેમ ખાનગી શાળાઓ પણ ફી વધારી રહી છે,નાના પગારમાં મોટી ખાનગી શાળામાં બાળકોને ભણાવવા એ દરેક વાલી માટે શકય નથી,ત્યારે ખાનગી શાળાને બાય-બાય કહીને વાલીઓ હવે સરકારી શાળા તરફ વળ્યા છે,સરકાર પણ સરકારી શાળામાં શિક્ષિત અને અનુભવી શિક્ષકો મૂકે છે,જયારે ખાનગી શાળામાં બહારથી આવેલો ટયુટર પણ ભણાવતો હોય છે અને મોંઘી ફી ખાનગી શાળા લેતી હોય છે,સમગ્ર ગુજરાતમાં ખાનગી શાળાઓ વાલીઓ પાસે ફીના નામે લૂંટ ચલાવતી હોય છે,અમદાવાદની બાપુનગરમાં શાળા નંબર 13માં જે વાલીઓ એડમિશન માટે આવ્યા છે તેમનું કહેવું છે કે,ફી વધારો પોસાતો નથી જેના કારણે હવે સરકારી શાળામાં બાળકોને ભણાવવા છે.

અમદાવાદના બાપુનગરમાં પણ સરકારી સ્કૂલમાં એડમિશન માટે લાઈનો લાગી હતી

ખાનગી શાળા છોડીને વાલીઓ સરકારી શાળા તરફ બાળકોને ભણાવવા માટે વળ્યા છે ત્યારે સુરતમાં પણ આવું જ કંઈક છે જેમાં રત્નકલાકારોના બાળકોને વાલીઓએ ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળામા ભણવા મૂકયા છે,અમદાવાદના બાપુનગરમાં શાળા નંબર 13માં વહેલી સવારથી લોકો લાઈનમાં ઉભા હતા,તેમના બાળકને સરકારી શાળામાં ભણાવવા છે તેને લઈ વાલીઓ લાઈનમાં ઉભા રહ્યાં છે,તો સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા વાલીઓનો ધસારો જોવા મળ્યો હતો.

  • Follow us on: