અમદાવાદ મનપા ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. મનપા બહાર AMCની ડીમોલિશનની કામગીરીને લઇ લોકો વિરોધ કરી રહ્યા છે. લોકોનો આરોપ છે કે તેમના ઘર ખોટી રીતે તોડવામાં આવી રહ્યા છે. કોઈપણ જાતની નોટીસ આપ્યા વગર તેમના ગેરકાયદે દબાણની આડમાં તેમના મકાનો તોડી પાડવામાં આવે છે. ખોટી રીતે ઘર તોડતા હોવાનો વિરોધ પ્રદર્શન કરતા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.


મનપા બહાર વિરોધ કરી રહેલા લોકોએ મારું ઘર મારું સ્વાભિમાન ના નારા સાથે amc ની બહાર ધરણા કરતા વિરોધ કરી રહ્યા છે. મન ફાવે તેવા નિર્ણય લઈને ઘર તોડી નાખતા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો. ઘરના બદલે ઘર અથવા વળતરની માંગ સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ખાડિયા તેમજ ભદ્ર પરિસર, ત્રણ દરવાજા, સરદાર બ્રિજ નજીક, કાલુપુર ફ્રૂટ માર્કેટ, ઘી કાંટા રોડ સહિતાના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર દબાણ ઉભા કરતાં એકમોને હટાવવામાં આવ્યા છે. જેમાં કુલ 65 જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. જેના સાથે જ રોડ પરથી નડતર રૂપ વાહનોને દૂર કરીને ટ્રાફિકનું અડચણ દૂર કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં 6 માળના ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે કોર્ટ દ્વારા હુકમ કરવા છતાં કોઈ એસ્ટેટ-ટીડીઓ વિભાગ દ્વારા કોઈ પગલાં નહીં લેવાની બાબતને ગંભીર ગણીને ગેરકાયદે બાંધકામ મામલે જવાબદાર AMCના અધિકારીઓ વિરૂદ્ધ વિજિલન્સ તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. અધિકારીઓ તેમની સાથે મિલીભગત હોવાને લઈને તેમની સામે પગલા લેવાયા છે. કેટલાક મકાનો ના તોડાયા હોવા છતાં લોકો દ્વારા મનપાની કામગીરી સામે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

  • Follow us on: