સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે લોકોમાં રોષ ફૂટી નીકળ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ઘનશ્યામ કંડારીએ બાળક સાથે શ્રૃષ્ટિ વિરુદ્ધનું કર્યું હોવાનું સામે આવ્યું છે. બાળક સાથે અયોગ્ય વર્તન કર્યાનું સામે આવ્યા બાદ તેના પરિવાજનો સહિત લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. બાળક સાથે શ્રૃષ્ટિ વિરુદ્ધનું કરનાર લંપટ સ્વામી કાયદેસરની કાર્યવાહી કરવાની લોકોમાં માગ ઉઠી છે.


લંપટ સ્વામીને સંપ્રદાયમાંથી તગેડી મૂકો

નવસારીના બાળક સાથે અયોગ્ય કૃત્ય કરનાર લંપટ સ્વામી ઘનશ્યામ કંડારી સામે સુરત કલેકટરી ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કલેકટરી કચેરી ખાતે મહિલાઓ, હરિભકતો અને સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા આવા લંપટ સાધુને સંપ્રદાયમાંથી તગેડી મૂકવામાં આવે તેવી માગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરનાર એક મહિલાએ કહ્યું કે આવા સ્વામીઓના કારણે સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે. તેથી આવા લંપટ ઘનશ્યામ કંડારીને ઘરભેગો કરવો જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાય છેલ્લા ઘણા સમયથી વિવાદનું કેન્દ્રબિંદુ રહ્યો છે. સંપ્રદાયના સ્વામીઓ દ્વારા કરાતા બફાટ બાદ અયોગ્ય વર્તણૂંકને લઈને વિવાદમાં સપડાયો છે. 

કાયદાકીય કાર્યવાહીની માગ સાથે વિરોધ

કલેકટર કચેરીએ ખાતે વિરોધ કરનાર મહિલાએ કહ્યું કે સંપ્રદાય કેમ આવા સ્વામીઓને છાવરે છે તે ખબર નથી પડતી? આવા બની બેઠેલા સ્વામી ઘનશ્યામના ભગવા કાઢી સંપ્રદાયમાંથી હાંકી કાઢી નાખવો જોઈએ. સંપ્રદાય મોટા મોટા ગુરુકુળ બનાવે છે અને્ કહે છે કે અમે બાળકોમાં સત્સંગની સાથે સંસ્કારનું સિંચન કરીશું. ભગવા પહેરી ધતિંગ કરનારા આવા લંપટને સંપ્રદાય હાંકી કાઢી ઘર ભેગો કરવો જોઈએ. લંપટ સ્વામીઓના કારણે હવે હવે યુવાનો પણ સ્વામીનારાયણ સંપ્રદાયથી વિમુખ થઈ રહ્યા છે. દિવસેને દિવસે સંપ્રદાયના ચાલતા વિવાદોના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહેલા લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિના એક અગ્રણીએ પણ કહ્યું કે આવા સ્વામીઓના કારણે સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થાય છે. અને એટલે જ અમે હરિભકતોની વહારે આવ્યા છે અને્ સંપ્રદાયમાં રહેલા આવા લંપટ સાધુઓને દૂર કરવાની માગ કરી રહ્યા છીએ. 


  • Follow us on: