• પાનની દૂકાનો, આયુર્વેદિક સ્ટોરમાંથી નશાકારક સીરપનું વેંચાણ
  • ચાર દુકાનોમાંથી 7 લાખનો નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો
  • શહેરમાં બેફામ વહેંચાઈ રહી છે નશાકારક સીરપની બોટલો

રાજ્યમાં ફરી એકવાર આયુર્વેદિક દવાના નામે નશાકારક સીરપનું વેંચાણ થતું હોવાની ઘટના સામે આવી છે. અગાઉ પોરબંદર અને રાજકોટથી લઈ વિવિધ સ્થાનો પર આ પ્રકારની ઘટના સામે આવી હતી. જ્યારે હવે ભાવનગરમાં નશાકારક સીરપનું જાહેરમાં વેંચાણ થતું હોવાની માહિતી સામે આવતાં ભાવનગર SOG દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

આ અંગેની માહિતી અનુસાર, ભાવનગરમાં પાનની દુકાનોથી લઈ આયુર્વેદિક સ્ટોર સહિત ઘણાં સ્થાનો પર નશાકારક સીરપનું વેચાણ થઈ રહ્યું હતું. જેમાં ચાર દુકાનોમાંથી 7 લાખનો નશાકારક સીરપનો જથ્થો મળી આવ્યો છે. જેમાં 4798 નશાકારક સીરપની બોટલો જપ્ત કરવામાં આવી છે.


છેલ્લા ઘણાં સમય રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં નશાકારક કોડે ઇન ફોસ્ફેટ ધરાવતી કફ સીરપની બોટલનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં અગાઉ રાજકોટ, પોરબંદરથી લઈ ભાવનગરમાં પણ આ પ્રકારનો જથ્થો ઝડપાયો હતો. SOG એ બોલાવેલી તવાઈ ના મામલે નશાકારક સીરપ વહેંચતા અનેક દુકાનધારકો તેમજ આયુર્વેદિક સ્ટોર ના માલિકો માં જોવા મળ્યો ફફડાટ જોવા મળી રહ્યો છે.

ગુજરાત બહારથી ચાલી રહ્યું છે નેટવર્ક

આ અગાઉ રાજકોટમાંથી નશાકારક સીરપ ઝડપાવવાના કેસમાં નશાકારક સીરપનું પગેરૂ મહારાષ્ટ્રના નંદુરબારમાં નીકળ્યું હતું. જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નંદુરબારમાં દરોડા પાડયા હતા. આ દરમિયાન નીતિન કોટવાણી નામનો શખ્સ નશાકારક સીરપ બનાવતો હોવાની વિગતો સામે આવી હતી. 

  • Follow us on: