રાજકોટમાં રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે.તત્કાલ રેલવે ટીકીટના કાઉન્ટર બહાર આરોપી હેડ કોન્સ્ટેબલે લાંચ લીદી હોવાની વાત સામે આવી છે જેમાં ચોરીના કેસમાં ફરિયાદીના ભાઈ પાસે માગી હતી લાંચ તેમજ આરોપીને હેરાનગતિ નહી કરવાને લઈ રૂપિયા 10 હજારની લાંચ માંગવામાં આવી હોવાની વાત સામે આવી છે.
ફરીયાદી
એક જાગૃત નાગરીક
આરોપી
વેલાભાઇ ડાયાભાઇ મુંધવા, અના.પો.હેડ કોન્સ., રેલ્વે પોલીસ સ્ટેશન રાજકોટ, (વર્ગ-૩)
ટ્રેપ ની તા.૨૦/૦૧/૨૦૨૫
લાંચની માંગણીની રકમઃ- રૂ.૧૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમઃ- રૂ.૧૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમઃ- રૂ.૧૦,૦૦૦/-
ટ્રેપનું સ્થળઃ
તત્કાલ રેલ્વે ટીકીટ કાઉન્ટર બહાર, રેલ્વે સ્ટેશન કમ્પાઉન્ડમાં, રાજકોટ
રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કર્યો
આ કામના ફરીયાદીના ભાઇને આક્ષેપીતે ત્રણેક માસ અગાઉ મોબાઇલ ચોરીના કેસમાં પકડેલ તે સમયે આક્ષેપીતે ફરીયાદીને તેના ભાઇને હેરાનગતી નહી કરવા માટે ચાર્જશીટ સાથે રજુ કરતી વખતે રૂ.૧૦,૦૦૦/- વહીવટ પેટે લાંચ લઈને આવવા સારું જણાવેલ.જે ગેરકાયદેસર લાંચના નાણાં આ કામના ફરિયાદી આપવા માંગતા ન હોય, જે ફરિયાદીની ફરિયાદના આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આક્ષેપીતે તત્કાલ રેલ્વે ટીકીટ કાઉન્ટર બહાર, રાજકોટ રેલ્વે સ્ટેશન કમ્પાઉન્ડમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, ગેરકાયદેસર લાંચની રકમ રૂ.૧૦,૦૦૦/- ફરીયાદી પાસે માંગી, સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી ઝડપાઈ જઈ ગુનો કર્યો હતો.
ટ્રેપીંગ અધિકારી :
આર.એન.વિરાણી,
પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. જામનગર તથા એ.સી.બી. સ્ટાફ
અધિકારીઓ સામે લેવાયા પગલા
ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.
કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક
ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.













