ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તેમજ 10થી 13 એપ્રિલમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 14 એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ તૈયાર થશે. જયારે 4 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગોમાં થવાની શક્યતા છે.


રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે 

રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે. જેમાં રાજ્યમાં આવનારા પાંચ દિવસમાં હવામાનમાં પલટો આવશે. તેમાં હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે. જેમાં 1 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો રહેશે. માવઠાના કારણે અનેક જગ્યાએ છુટોછવાયો વરસાદ પડશે. તથા અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. માવઠાના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ છે. આવનારા દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થશે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની પણ પૂરી શક્યતા છે. તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે.

ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે

રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી મુજબ,  કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી અપાઈ છે. તો  કચ્છ, પોરબંદર ,ભાવનગર, દીવમાં હીટવેવની આગાહી જ્યારે પોરબંદરમાં આજે ગરમીનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ગીર સોમનાથ ,અમરેલી, ભાવનગર ,ખેડા, આણંદ,  મહીસાગર, દાહોદ ,પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ  નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ તાંડવ કરે તેવી શક્યાતા લાગી રહી છે.  

સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા માવઠાની આગાહી 

સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા પવનોમાં ભેજનું પ્રમાણ વધતા ગરમી અને માવઠું થવાની શક્યતા છે. 2 એપ્રિલે ગીર સોમનાથ, અમરેલીમાં માવઠાની આગાહી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલીમાં માવઠાની આગાહી છે. 

  • Follow us on: