રાજકોટમાં અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવા વિજ્ઞાન જાથા દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે. પશુ બલી હોય કે ભૂવાઓના ધતિંગો હોય વિજ્ઞાન જાથા દ્વારા તેનો પર્દાફાશ કરવામાં આવે છે. શહેરમાં કોઠારિયા વિસ્તારમાં નિર્દોષ પશુઓની બલી ચઢાવવામાં આવતી હોવાની માહિતી મળતા વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પશુઓને બચાવવાનો પ્રયત્ન કરતાં સ્થાનિકો દ્વારા હુમલો કરાયો હતો. આ ઘટનામાં પોલીસ પર પથ્થરમારો કરનારા 20 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે.
પોલીસના વાહનમાં તોડફોડ કરવામાં આવી













