રાજકોટમાં સિટી બસ સેવા સામે ફરી ફરિયાદ ઉઠી છે ત્યારે સિટી બસ સેવા સામે મહિનામાં 595 ફરિયાદ મળી છે, ઓવર સ્પીડે બસ ચલાવતા 11 ફરિયાદ મળી છે તો બેદરકારીથી બસ ચલાવતા 21 ફરિયાદ મળી છે, તોછડા વર્તનની 21 ફરિયાદ મળી છે, પૈસા પરત ન આપવાની 39 ફરીયાદ મળી છે જેમાં 595 ફરિયાદ પૈકી માત્ર 3માં જ તપાસ કરાઈ છે.
સિટી બસ સેવા સામે એક માસમાં ૫૯૫ ફરિયાદ
રાજકોટ સિટી બસ સેવામાં ગત તા.૧૬ એપ્રિલના રોજ ચાર વ્યક્તિનો ભોગ લેનાર અકસ્માત થયા બાદ સેવા સુધારવાના દાવા વચ્ચે એક માસમાં મનપાને સિટીબસની પ૯૫ ફરિયાદ મળી છે જેમાં બસ ઓવરસ્પીડે ચલાવવાની ૧૧ અને બેફિકરાઈથી ડ્રાઈવિંગની ૨૧ ફરિયાદ મળી છે. મહાપાલિકાએ સિટી બસ સેવા સામે નાગરિકોને ફરિયાદ કરવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે જેમાં તેમજ સિવિક સેન્ટરમાં પણ ફરિયાદ થઈ શકે છે.
બસ સમયસર નહિ આવવાની પણ ફરિયાદ મળી
મનપાને મળેલી ૫૯૫ ફરિયાદમાં સૌથી વધુ ૧૮૯ ફરિયાદ બસ સમયસર નહિ આવવાની અને નિયત સ્થળે ઉભી નહિ રહેવાની છે. તોછડા વર્તનની ૨૧અને પૈસા પરત નહિ આપ્યાની ૩૯ ફરિયાદ કરવામાં આવી છે.. ૧૮૯થી વધુ અન્ય પરચૂરણ ફરિયાદ આવી છે.આ ફરિયાદો પૈકી ૩માં તપાસ ચાલી રહી છે અને બાકીની પુરી કરી જવાબ આપી દેવાયાનું સૂત્રોએ કહયું હતું.
રાજકોટ સિટી બસના ડ્રાઈવરોની મનમાની યથાવત છે
રાજકોટ મહાપાલિકાના સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ 16 એપ્રિલથી 15 મે સુધીમાં સિટી બસ સેવાને લગત અલગ-અલગ સાત પ્રકારની મળી કુલ 595 ફરિયાદ મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્પલાઈન નંબર ‘155304' ઉપર અને રૂબરૂ મળવા પામી છે. આ ફરિયાદમાં બેફામ બસ ચલાવવાની 21, ડ્રાઈવર-કંડક્ટર દ્વારા મુસાફરો સાથે તોછડું વર્તન કરાયાની 23, પરચુરણ ફરિયાદ 182, ઓવરસ્પીડે બસ ચલાવવાની 11, બસ સમયસર અવર-જવર નહીં કરી રહ્યાની 189, નિર્ધારિત કરેલા બસ સ્ટોપ ઉપર બસ ન ઉભી રહેવાની 127 અને ટિકિટ નહીં આપવા તેમજ ટિકિટ ખરીદ કર્યા બાદ બાકી રહેતી રકમ પરત નહીં કરવાની 39 મળી કુલ 595 ફરિયાદ નોંધાઈ છે.