રાજકોટમાં અસામાજિક તત્વો ખૂબ જ બેફામ બન્યા છે. તો તેમની સામે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ગુજરાતમાં હાલમાં ઘણા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી જેમાં ઘણા નામચીન ગુનેગારોના ઘરો પર પોલીસે બુલડોઝર ફેરવી દીધા હતા.બુટલેગરો અને ગુનેગારોએ કાળી કમાણી કરીને ઉભી કરેલી સંપતિઓ પર પોલીસ બુલડોઝર ફેરવે છે.


રાજકોટમાં ડિમોલિશન કાર્યવાહી

રાજકોટમાં નામચીન આરોપી અજય પરસોડાના ઘર પર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું હતું.પોલીસ કાફલા સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી.અજય પરસોડા સામે અપહરણ અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે. જેની સામે પોલીસે કાર્યવાહી કરી હતી. રાજકોટ સહિત ગુજરાતમાં પોલીસે ડિમોલિશનની કાર્યવાહી તીવ્ર બનાવી દીધી છે.

અસામાજિક તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહી

ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ચંડોળા તળાવામાંથી ખદેડવા માટે અમદાવાદ પોલીસે ડિમોલિશન કાર્યવાહી કરીને મોટા પ્રમાણમાં ઘૂસણખોરોને બહાર કાઢ્યા હતા. તો તેમને શરણ આપનારા લલ્લા બિહારીના 2 દાયકાના સામ્રાજ્યનો અંત આવ્યો હતો. પોલીસ દ્વારા બેફામ બનેલા અસામાજિક તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

ગુનેગારો પર સરકારનું બુલડોઝર

રાજકોટમાં ગુનેગારોની બેનામી મિલ્કતો પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું છે. તો અમદાવાદમાં ચંડોળા સિવાય જુહાપુરામાં પણ ડિમોલિશનની કાર્યવાહી કરાઈ છે. અમદાવાદમાં ગેરકાયદેસર વસાહતો ઉભી કરીને દબાણ ઉભા કરનારાઓ સામે સરકારે કાર્યવાહી કરી રહી છે.

  • Follow us on: