રાજકોટ સહિત ગુજરાતમાં ઘણી દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. જેમાં નાની દિકરીઓથી લઈને યુવતીઓને હવસનો શિકાર બનાવનારા આરોપીઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરીને જેલ હવાલે કર્યા છે. ત્યારે ઉપલેટાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના ગંભીર ગુનામાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આરોપી સહિત તેની માતાને પણ સજા આપવામાં આવી છે.
આરોપીને કોર્ટે સજા ફટકારી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કેસમાં આરોપી પિયુષ કિશોરભાઈ પટેલને દુષ્કર્મના કેસમાં આરોપી ઠેરવવામાં આવ્યો છે.જેને ન્યાયાલય દ્વારા 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેમજ ભોગ બનનાર પીડિતાની માતાને ગુનામાં આરોપીને સહાય કરવા અંગે તેને સજા કરવામાં આવી છે. આ કેસમાં નવા કાયદા અમલ બાદ પ્રથમ એવો કિસ્સો હશે, જેની અંદર સજાનો હુકમ કરવામાં આવેલ છે.તો દુષ્કર્મના આરોપી સાથે સાથે ભોગ બનનારની માતાને પણ સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદો નૈતિકતા અને કાયદા બંનેના દ્રષ્ટિકોણે મહત્વ ધરાવે છે.
દાહોદમાં બનેલી ઘટના
રાજકોટ સહિત ગુજરાતમાં કેટલાય એવા દુષ્કર્મના કેસ છે. જેમાં આરોપીઓને સજા કરવામાં આવી છે. સ્ત્રીઓ પર અમાનવીય અત્યાચાર ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે અંગે સરકારે નિયમો વધુ કડક બનાવ્યા છે. તો દાહોદમાં તોયણી ગામે એક છ વર્ષની વિદ્યાર્થિની પર શાળાના આચાર્ય દ્વારા દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો.જેમાં બાળકીની હત્યા કરી દેવાઈ હતી. જે મામલે સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 10 વર્ષની સજા અને 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.