ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથું ઉંચક્યું છે. તો ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસો વધીને 397 થઈ ગયા છે.જેમાં ઘણા લોકોને આઈસોલેટ કરી દેવાયા છે.ત્યારે રાજકોટ જિલ્લાના પોલીસવડા હિમકરસિંહને કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજકોટ જિલ્લા પોલીસ વડાને કોરોના પોઝીટીવ આવતા તેમને હાલ હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. તેમજ તેમને હોમ આઈસોલેટ રાખીને તેમના સ્વાસ્થ્યની દેખરેખ ચાલી રહી છે.


રાજકોટ પોલીસ વડા કોરોના પોઝિટિવ

રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામાં આવતા તેમની તબિયત હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. તો રાજકોટ શહેરમાં હાલ કોરોના વકરતા લોકોમાં ભય પેદા થયો છે. શહેરમાં ધીમે ધીમે કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જે ખૂબ જ ચિંતાનો વિષય છે. તો લોકોને પણ પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવાની તાકીદ તંત્ર દ્વારા કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ રાજકોટ શહેરમાં વધુ 8 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે.

રાજકોટમાંં 8 કેસો નોંધાયા

રાજકોટમાં હાલ એક મહિલા અને 7 પુરુષોને કોરોના પોઝીટીવ આવ્યો છે. જેમાં હાલ રાજકોટમાં કોરોનાનો કુલ દર્દીનો આંકડો 52 પર પહોંચ્યો છે. ગુજરાત અને ભારતમાં કોરોનાએ પાછી એન્ટ્રી લેતા કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. જેમાં દેશમાં હાલ કોરોનાના 4000 જેટલા કેસો નોંધવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેના લીધે આરોગ્ય વિભાગે લોકોને કાળજી લેવા માટે અપીલ કરી છે.


  • Follow us on: