રાજકોટમાં હત્યાનો પ્રયાસ અને હત્યાની ઘટના ખૂબ જ વઘી રહી છે. જેના લીધે શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. જેના લીધે ગુનેગારોને કાયદાનો ડર ન રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.રાજકોટ સહિત ગુજરાતના મોટા શહેરોમાં હત્યાના બનાવો ઘણીવાર સામે આવતા રહે છે. જેમાં આરોપીઓ હત્યા જેવા ગુનાઓને અંજામ આપે છે. ત્યારે રાજકોટમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. રાજકોટમાં સરધાર નજીક વાડીમાં પૂર્વ સરપંચની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.


રાજકોટમાં હત્યાની ઘટના

મળતી માહિતી મુજબ રાજકોટના સરધાર નજીક આવેલી વાડીમાં પૂર્વ સરપંચની હત્યા કરવામાં આવી હતી. આરોપીએ ત્રિકમનો ઘા ઝીંકીને પૂર્વ સરપંચ હરેશભાઈ સવાલિયાની હત્યા કરી નાખી હતી. જે મામલે આજીડેમ પોલીસનો કાફલો સરધાર ખાતે દોડી આવ્યો હતો.આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી હતી. વાડીમાં પૂર્વ સરપંચે એક ખેતમજૂરને કામ પર રાખેલ હતો. જે દરમિયાન હત્યાના બનાવ પછી ખેતમજૂર ગુમ થઈ ગયો હતો. જેથી મજૂરે હત્યાની આશંકાએ પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.આજીડેમ પોલીસે જરૂરી પંચનામા અને ફરિયાદ નોંધવા સહિતની કામગીરી શરૂ કરી હતી.

પોલીસે તપાસ હાથ ધરી

આજીડેમ પોલીસે ગુમ ખેતમજૂરનું મોબાઈલ લોકેશન તપાસતા તે અમદાવાદમાં હોવાનું માલૂમ પડ્યું હતું. હજુ સુધી પોલીસ તપાસમાં હત્યાનું કારણ જાણી શકાયું નથી. તેમજ ગુમ મજૂરને શોધી કાઢવા પોલીસે તપાસ કરી શરુ કરી છે. પૂર્વ સરપંચ હરેશભાઈના મોતની જાણ થતા પરિજનો અને રાજકીય આગેવાનો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.


  • Follow us on: