રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે NSUIના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. કેમ કે, છેલ્લા 3 મહિનાથી FRC ચેરમેનની નિમણૂક કરવામાં આવી નથી. જે બાબતે NSUIના કાર્યકર્તાઓ હાથમાં પેમ્પ્લેટ્સ સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. તાત્કાલિક ધોરણે FRC ચેરમેનની નિમણૂક કરવાની માંગણી કરી છે. તેમજ કાર્યકર્તાઓએ કેટલાક આક્ષેપો પણ કર્યા હતા. 3 મહિનાથી ચેરમેનની નિમણૂક ન થતા ફીનું કામ અટક્યું છે. જે માટે મીડિયા સમક્ષ કાર્યકર્તાઓએ પોતાની રજૂઆત કરી હતી.
NSUIના કાર્યકર્તાઓએ કર્યું વિરોધ પ્રદર્શન
રાજકોટમાં FRC ચેરમેનની તાત્કાલિક નિમણૂક કરવાની માંગ સાથે NSUIના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે કાર્યકર્તાઓએ એકઠા થઈને નિમણૂકની માંગ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, છેલ્લા 3 મહિના થયા છત્તા FRC ચેરમેનની નિમણૂક થઈ નથી. કાર્યકર્તાઓએ આક્ષેપ પણ લગાવ્યો હતો કે, સૌરાષ્ટ્રની 5000માંથી કુલ 400 જેટલી શાળામાં ફી નક્કી કરવાનું કામ અટક્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમજ જો ફી નક્કી કરવામાં નહીં આવે તો સ્કૂલો દ્વારા બેફામ વધારો કરવામાં આવશે.
FRC ચેરમેન કોણ છે?
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ફી નિયમન સમિતિના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે, જે સમિતિ ગુજરાતની શાળાઓની ફીનું નિયમન કરે છે. FRC ચેરમેનની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. જેમાં ચેરમેનની નિમણૂક સામાન્ય રીતે નિવૃત્ત જજ કે અનુભવી વ્યક્તિની કરવામાં આવતી હોય છે.