બનાસકાંઠાના ડીસા ફેક્ટરી બ્લાસ્ટના આરોપીઓનું આજે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. દુર્ઘટનાના આરોપી ફેકટીરના માલિકને સાથે રાખી ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાયું. ફેકટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં મોટી આગની દુર્ઘટના સર્જાઈ હતી. ડીસામાં ફટાકડાની ફેકટરીમાં ભીષણ આગ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા હતા. આગ દુર્ઘટનાને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાતા ફેકટરીના માલિક દિપક અને ખૂબચંદની ધરપકડ કરવામાં આવી હતી. ગઈકાલે કોર્ટે ડીસા બ્લાસ્ટના આરોપી પિતા પુત્રના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેના બાદ આજે આરોપી દિપક અને ખૂબચંદનું રીકન્સ્ટ્રક્શન કરાયું. આરોપીઓની હાલત જોતા લાગતું હતું કે પોલીસે બંને આરોપીઓના બરાબરના રીમાન્ડ પર લીધા હશે.


મધ્યપ્રદેશમાં મૃતકોના થયા અંતિમ સંસ્કાર

ડીસાના ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગ ગુજરાતની સૌથી મોટી દુર્ઘટના બની રહી છે. ડીસા અગ્નિકાંડ દુર્ઘટનામાં અનેક શ્રમિકોના મોત થતા તેમના પરીવારે મુખ્ય આધાર ગુમાવ્યો હતો. ફટાકડાની ફેકટરીના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાના લીધે સ્લેબ ધરાશાયી થતા અંદર કામ કરતા અનેક શ્રમિકો નીચે દટાઈ ગયા હતા. ફેકટરીમાં મૃત્યુ પામનાર મોટાભાગના શ્રમિકો ગુજરાત બહારના પરપ્રાંતિય લોકો એટલે કે મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે. ગુજરાત સરકારે 18 મૃતકોને મધ્યપ્રદેશ સરકારને સુપરત કરતા આજે મધ્યપ્રદેશમાં હરદા અને દેવાસ જિલ્લામાં 18 શ્રમિકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બે મૃતકોની ઓળખ ના થઈ શકતા ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. બંને મૃતકોની લાશ ગુજરાતમાં છે.

ડીસાના ગોડાઉનમાં ભીષણ આગ દુર્ઘટના

ત્રણ દિવસ અગાઉ બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર ફટાકડા બનાવતી દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં અચાનક બોઈલર ફાટ્યા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. આગ દુર્ઘટનામાં 21ના મોત થયા હતા જ્યારે 7થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પંહોચી હતી. આગ દુર્ઘટનામાં મૃત્યુ પામનારામાં કેટલાક બાળકો હોવાનું પણ સામે આવ્યું છે.

આરોપીઓનું ઘટનાસ્થળ પર રીકન્સ્ટ્રકશન 

રાજ્ય સરકારે તમામ મૃતકોના પરીવારજનો માટે 4 લાખની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. ડીસામાં ભીષણ આગ દુર્ઘટનાનો મામલો વધુ તુલ પકડે તે પહેલા જ સરકારે ફેકટરીના માલિક દિપક અને ખૂબચંદ એમ બે આરોપીઓની અટકાયત કરી હતી. બંને આરોપીઓ સામે કોર્ટમાં રીમાન્ડ માગવામા આવ્યા છે. કારણ કે તપાસમાં સામે આવ્યું છે કે ફટાકડના ગોડાઉન માટે ફક્ત સ્ટોર કરવાની મંજરૂ અપાઈ હતી. પરંતુ વિસ્ફોટમાં હકીકત સામે આવી કે ફેકટરીમાં ફટાકડા બનાવવામાં આવતા હોવાથી આટલી મોટી દુર્ઘટના બનવા પામી. પોલીસને આરોપીઓના રીમાન્ડ મળ્યા બાદ આજે બંને આરોપીઓનું ઘટનાસ્થળ પર રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. શું કારણોસર સર ઘટના ઘટી સહીતની તપાસને લઇ આરોપીઓને ઘટના સ્થળે લઇ જઈ કરાશે તપાસ..

  • Follow us on: