- અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં થશે
- MSME માટે રાજ્યની તમામ વિલંબીત ચૂકવણીની અરજીઓનો નિકાલ થશે
- નાના ઉદ્યોગકારોને મહત્વનો લાભ મળી રહેશે
રાજ્યના MSME ઉદ્યોગકારોને તેમના વિલંબીત ચૂકવણાની અરજીઓનો ઝડપથી નિકાલ થાય એ માટે રાજ્યમાં પાંચ રિજીયોનલ કચેરીઓની સ્થાપના કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે, એમ રાજ્યના MSME કમિશ્નરની યાદીમાં જણાવાયું છે. જેના કારણે નાના ઉદ્યોગકારોને મહત્વનો લાભ મળી રહેશે.
આ અંગે રાજ્યની યાદીમાં કેન્દ્ર સરકાર દ્વારા MSME એક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યમાં MSEFC(Micro & Small Enterprise Facilitation Council) ગાંધીનગર ખાતે કાર્યરત કરવામાં આવી છે અને MSME માટે રાજ્યની તમામ વિલંબીત ચૂકવણીની અરજીઓનું નિરાકરણ ગાંધીનગર ખાતેથી કરવામાં આવતું હતું. પરંતુ રાજ્યના MSME ઉદ્યોગકારોને વધુ સરળતાથી અને ઝડપથી તેમની વિલંબીત ચૂકવણીની અરજીઓનું નિરાકરણ થાય તે માટે, રાજ્ય સરકાર દ્વારા પાંચ રીજીયનમાં એટલે કે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં રીઝનલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી છે.













