સાબરકાંઠા (Sabarkantha)નાં વડાલી માં ધર્માંતરણ મામલે 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. લોકોના દુ:ખ, દર્દ દૂર કરવાની વાત કરી લોભામણી લાલચ આપી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હતા. ધર્મ પરિવર્તન મામલે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
સાબરકાંઠા જીલ્લામાં આવેલા વડાલી તાલુકામાં ધર્માંતરણ મામલે ફરિયાદો ઉઠી હતી. ધર્મ પરિવર્તનના પ્રચારની વાત મળતાં સ્થાનિક હિંદુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. પોશીનામાં ઘણાં સમયથી ખ્રિસ્તી ધર્મનો ફેલાવો થઈ રહ્યો હતો. ધર્મ પરિવર્તન કરવા પોશીનાનાં 2 ઈસમો વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હતા. લોકોના દુઃખ-દર્દ દૂર કરવાની વાત કરી લોભામણી લાલચો આપતા હતા. ધર્માંતરણના પ્રચારની વાત મળતા સ્થાનિક હિન્દુ સંગઠનોમાં ઘણા સમયથી રોષ ફેલાયો હતો. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોએ બંને ઈસમોને ઝડપી ધર્મ પરિવર્તન મામલે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વડાલી પોલીસે આ મામલે કાર્યવાહી આરંભી છે.
અગાઉ આદિવાસી વિસ્તાર એવા તાપી અને ડાંગ જિલ્લામાં મોટા પાયે થતા ધર્મપરિવર્તન પ્રત્યે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ત્યારે ખરેખર વર્ષો બાદ તાપી જિલ્લાના શિક્ષણનું કઈ રીતે ઈસાઈ કરણ કરવામાં આવી રહ્યું છે, અને કઈ રીતે સમજી વિચારીને બીજા રાજ્યોથી અહીં મીટીંગ કરવા આવતા પાસ્ટરઓ અહીં ધર્મ પરિવર્તન કરાવે છે તેની વાસ્તવિકતા બહાર આવી હતી. મફત શિક્ષણ અને મફત આરોગ્યની સુવિધા આપવાના નામે આ લોકો ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે.
પરંતુ ધર્મ પરિવર્તન કરનાર લોકોએ પણ વિચારવું જોઈએ કે આજે વિશ્વના અનેક દેશોમાં સનાતન ધર્મ અપનાવવામાં આવી રહ્યો છે, જ્યાં ખ્રિસ્તી ધર્મનો ઉદય થયો હતો તે ઇંગ્લેન્ડ સહિત યુરોપના રાષ્ટ્રોમાં આજે લોકો પીસાઈ ધર્મ છોડીને સનાતન હિન્દુ ધર્મ અપનાવી રહ્યા છે. ત્યારે પોતાનો પ્રકૃતિ પૂજક મૂળ આદિવાસી ધર્મ છોડીને જનાર લોકોએ પણ વિચારવું જોઈએ કે જે વસ્તુ વિદેશોમાં રિજેક્ટ થઈ રહી છે તેને અમે કેમ અપનાવીએ?? અરે આ અમે આવનાર દિવસોમાં ક્યારે અને શું દિશા બદલાય છે તે જોવું રહ્યું.