વાઘોડિયા ચોકડી પાસે પ્લાસ્ટિકના ખાલી કોથરા અને લોખંડના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. વડોદરા નજીક સ્ક્રેપના ગોડાઉનમાં મોડી રાતે લાગેલી આગને પગલે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમાડા છવાયા હતા.
મળતી માહિતી મુજબ, વાઘોડિયા ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં આગ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. પ્લાસ્ટિકના ખાલી કોથરા, લોખંડના ભંગારમાં આગ લાગતા દોડધામ મચી હતી. આગની ઘટનામાં 5 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા. 7થી વધુ ફાયર ફાયટરની મદદ લેવામાં આવી હતી. વડોદરાથી વાઘોડિયા જતા ખટંબા નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગનું કારણ જાણી શકાયું નથી. પરંતુ આગ એટલી ભીષણ હતી કે આસપાસના 5 કિલોમીટર વિસ્તારમાં ધુમાડા જોઈ શકાતા હતા.













