જ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં ગેંગ ચલાવનાર રાહુલના મકાન પર હથોડા ઝીંકીને ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ઉધના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આરોપી રાહુના ત્રણ મકાન પર હથોડો અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદે બનાવેલા ત્રણ મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે. આરોપીએ આવાસના મકાનમાં પણ ગેરકાયદે બાંધકામ કર્યું હતું, જેને પણ તોડી પાડવામાં આવ્યું છે.
ઉધના વિસ્તારમાં રાહુલ દીપડે દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણ મકાન બાંધવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ તે અવૈધ પ્રવૃત્તિઓ માટે કરતો હતો. પોલીસે તપાસમાં જાણ્યું કે, આ ત્રણ મકાન રાહુલની ગેંગ માટે કેન્દ્રિય હેડક્વાર્ટર તરીકે કામ કરતાં હતા, જ્યાંથી તે અવૈધ ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો. કાયદાની લાલઆંખ પડતા હવે આ ગેંગના પાયા હચમચી ગયા છે. આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો હેડ છે, જેની સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી છે. આરોપી રાહુલ સામે ગુજસીટોક, મારામારી, હત્યા જેવા 22 ગુના નોંધાયેલ છે.













