સાબરકાંઠાના પોશીનામાં વિકાસના નામે વહિવટ કરતો તાલુકા પંચાયત કચેરીનો લાંચિયો કર્મચારી ACBના છટકામાં રંગે હાથ ઝડપાયો છે. આ લાંચિયો અધિકારીએ સરકારની વિવિધ વિકાસના કામોની ડીપોઝીટમાં વહિવટ કરવા બાબાતે લાંચ માગતા ACBએ ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, પોશીનામાં વિકાસના નામે અધિક મદદનીશ ઇજનેર (વર્ગ-૩)ના કીર્તિકુમાર અને ટેકનિકલ આસિસ્ટન્ટ જીગર પટેલ ACBના છટકામાં ભેરવાયા છે. આ લાંચિયો અધિકારી 2017 થી 2021 સુધીમાં પોશીના વિસ્તારમાં સરકારની વિવિઘ વિકાસના કામો કરેલ જે કામોની ડીપોઝીટ 2,50.000જમા હતી જે નાણા પરત મેળવવા સારુ આ કામના ફરિયાદીએ આ કામ કરનારા આરોપીને મળી રજુઆત કરતા આ કામના આરોપીએ ફરિયાદીના કાયદેસર કામ કરી આપવાની અવેજ પેટે 2,50,000 ડીપોઝીટના નાણા પરત આપવા રૂપિયા 31,000ની ગેરકાયદેસર રીતે લાંચની માગણી કરી હતી.













