કાપોદ્રાની પી.પી. સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ડાયમંડ હોસ્પિટલના ખોટા સારવાર સર્ટિફિકેટ, તબીબોના ખોટી સહી-સિક્કા ઊભા કરી વીમા કંપનીઓમાં પ.પ૨ કરોડની પોલીસ ક્લેઈમ કરવામાં આવી હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. બંને હોસ્પિટલે વીમા કંપનીઓ મારફત કલેઈમના ક્રોસ વિરેફિકેશનમાં આખું ભોપાળું બહાર આવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
ચાર મહિના પહેલા સુરત પોલીસ કમિશનરને કરી હતી અરજી
ડાયમંડ હોસ્પિટલના મંત્રી દિનેશ નાવડિયાએ આ મામલે ફેબ્રુઆરી મહિનામાં પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી આ કૌભાંડની જાણ કરી હતી. નવેમ્બરથી જાન્યુઆરી મહિના દરમિયાન ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લઈ ચૂકેલા ચાર દર્દીઓએ વીમા કંપનીઓમાં વળતર માટે ક્લેઈમ કર્યો હતો. ૧ કરોડ, ૫૦ લાખ અને ૪૯.૫૦ લાખના બે એમ ચાર પોલિસીધારકોએ સંબંધિત વીમા કંપનીઓમાં કરેલો દાવાઓ હોસ્પિટલમાં ક્રોસ વેરિફિકેશન માટે આવ્યા હતા. જંગી રકમના કક્લેઇ મવાળો દાવાઓને ચકાસણી કરવામાં આવતાં મામલો ગંભીર જણાઈ આવ્યો હતો.
વીમા કંપનીને શંકા અને ડોકયુમેન્ટ તપાસ્યા તો મામલો સામે આવ્યો
આ દાવાઓમાં ફોર્મમાં હોસ્પિટલના નામથી અલગ અલગ ટેસ્ટના જે રિપોટ્સ જોડવામાં આવ્યા હતા તે તેમની હોસ્પિટલમાં કઢાવવામાં જ આવ્યા ન હતા. એટલું જ નહિ તબીબોના સહી-સિક્કા સુધ્ધાં બોગસ જણાઇ આવ્યા હતા.ડાયમંડ હોસ્પિટલમાં ૨.૪૯ કરોડનું વીમા ફોડ કરવાની કોશિશની તપાસ કાપોદ્રા પોલીસ કરી રહી હતી તે દરમિયાન કાપોદ્રાની જ પી.પી. સવાણી હાર્ટ ઇન્સ્ટિટયૂટ એન્ડ મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી વીમા કંપનીઓને ચૂનો લગાવવાનું પ્રકરણ બહાર આવ્યું હતું.
આ હોસ્પિટલમાં છ દર્દીઓ દ્વારા રૂપિયા ૩.૦૩ કરોડનો વીમો પકવવાની કોશિશ કરાઈ હતી
પરંતુ આ હોસ્પિટલના ક્રોસ વેરિફિકેશનમાં આખું ભોપાળું બહાર આવ્યું હતું. હોસ્પિટલના બોગસ સારવાર ટેસ્ટ, સારવાર રિપોર્ટ ઊભા કરવાની સાથે તબીબોના ખોટા સહી-સિક્કા બનાવવામાં આવ્યા હોઈ પોલીસ પણ ચોંકી હતી. પોલીસે બંને હોસ્પિટલના સંચાલકોની ફરિયાદને આધારે બે અલગ અલગ ગુના નોંધ્યા હતા.
પી.પી. સવાણીમાં ક્લેઇમ કરનાર આરોપી, ક્લેઇમની રકમ
01-કેતન બાબુ ઢોલરીયા (સ્વામિનારાયણ ગ્રીન સિટી પાસોદરા ૪૯.૯૦ લાખ રૂપિયા
02-જયાબેન ધીરુ ચોડવડિયા (અલંકાર બંગ્લોઝ, વાવ) ૨૯.૦૦ લાખ રૂપિયા
03- બિપીન દેવરાજ ભંડેરી (વેનેઝીયા સિલ્વર, યોગીયોક) ૧.૧૦ કરોડ રૂપિયા
04- કમલેશ લાલજી સુહાગીયા (શુભલક્ષ્મી સોસા., નાના વરાછા) ૧૫.૦૦ લાખ રૂપિયા
05-સતીષ મધુ ધડુક (ધર્મિષ્ઠા પાર્ક, સીમાડા નાકા) ૫૦.૦૦ લાખ રૂપિયા
06- પ્રતીક અરવિંદ વઘાસિયા (ક્રિસ્ટલ લક્ઝુરીયા, યોગીચોક) ૫૦.૦૦ લાખ રૂપિયા
ડાયમંડ હોસ્પિટલમાં ક્લેઇમ કરનાર આરોપી, ક્લેઇમની રકમ
01-નયન ધીરૂ દેસાઇ (નીલકંઠ લક્ઝુરીયા, પાસોદરા) ૫૦.૦૦ લાખ રૂપિયા
02-જીગદીશ લાલજી કાછડિયા (શ્રીપુજન રેસી., યોગીચોક) ૪૯.૫૦ લાખ રૂપિયા
03-ઘનશ્યામ ગોવિંદ પેઘડિયા (બ્રહ્મશ રેસિડેન્સ & પ્લાઝા, પાસોદરા) ૪૯.૫૦ લાખ રૂપિયા
04-અરુણાબેન સાગર ભટ્ટ (વર્ણી હાઇટ્સ, સરથાણા જકાતનાકા) ૧ કરોડ રૂપિયા













