કચ્છમાં કાળઝાળ ગરમીનો આતંક જોવા મળશે. હવામાન વિભાગે કચ્છમાં સિવિયર હિટવેવ એલર્ટ જાહેર કર્યું છે .હિટવેવને પગલે કચ્છની શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડની શાળાઓમાં અત્યારે વેકેશનનો માહોલ છે. પરંતુ સેન્ટ્રલ બોર્ડની શાળાઓ એપ્રિલના આરંભથી શરૂ થઈ ગઈ છે. ગરમીનો પ્રકોપ વધતા કચ્છની અનેક શાળાઓએ પોતાના સમયમાં બદલાવ કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ તકેદારી રાખવા સૂચના આપી છે.


બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય

કચ્છમાં હિટવેવના કારણે પ્રાથમિક શાળાઓએ સમયમાં ફેરફાર કરાતા સવારના 7:10 થી 11:40 સુધીનો સમય રાખ્યો છે. બાળકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને જિલ્લાની શાળાઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો ગરમીનો પ્રકોપનો ભોગ ના બને માટે બપોરના સમયના બદલે સવારનો સમય કરવામાં આવ્યો.

કચ્છમાં સિવિયર હિટવેવનું એલર્ટ

હવામાન વિભાગ દ્વારા કચ્છમાં સિવિયર હિટવેવનું એલર્ટ જાહેર કરતા લોકોને પણ બિનજરૂરી ભરબપોરે ઘર બહાર ના નીકળવાની સલાહ આપી છે. કચ્છ એક મેદાન પ્રદેશ હોવાથી આ વિસ્તારમાં ગરમીનો પ્રકોપ વધારે જોવા મળે છે. IMD મુજબ કચ્છમાં સિવિયર હિટવેવનું રેડ એલર્ટ અને સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સામાન્ય રીતે મેદાન વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીથી પાર થવાની સંભાવના હોય ત્યારે હિટવેવ એલર્ટ જાહેર કરાય છે.

ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી

ગરમીના પ્રકોપ વચ્ચે સરકાર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છના લખપતમાં સરકારી જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યું. એરંડાના ઉભા પાકમાં ખેડાણ કરી દબાણ દૂર કરાયું. માલડો ગામે રમેશ કોળી સરકારી જમીનમાં ખેતી કરતો હતો. આ જમીન પર મહેસુલ કાયદાની કલમ 61 હેઠળ કાર્યવાહી કરવામાં આવી. 45 લાખથી વધુ કિંમતની જમીન ખુલ્લી કરાઈ.

  • Follow us on: