સુરતમાં રૂપિયા 45 કરોડનું સિક્યુરિટી કોન્ટ્રાક્ટ કૌભાંડ સામે આવ્યું છે. સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આ ટેન્ડર પ્રક્રિયામાં ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. તે તપાસમાં સામે આવ્યું છે. ત્રણ ઈજારાદારોને બ્લેક લિસ્ટ કરવાની પણ માગ કરવામાં આવી છે અને સાથે જ ત્રણ ઈજારાદારો સામે પોલીસમાં ગુનો નોંધવા માટેની પણ માગ કરવામાં આવી છે. આ અંગે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાએ માગ કરી છે.


SMCએ અલગ-અલગ વિસ્તારમાં મુક્યા છે સિક્યુરિટી ગાર્ડ

વધુમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાએ કહ્યું કે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીનેને ઈજારાદારોએ લેબર લાયસન્સ મેળવ્યું છે અને ટેન્ડર પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતાને નુકસાન પહોંચાડ્યું છે. SMC દ્વારા અલગ અલગ વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડસ મુકવામાં આવે છે. શહેરના 9 ઝોન, વોર્ડ ઑફિસ, ગાર્ડનમાં સિક્યુરિટી ગાર્ડ્સ હોય છે. શહેરની સ્મીમેર હોસ્પિટલ, BRTS વગેરે જગ્યા પર પણ ગાડર્સ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલા હોય છે. શક્તિ સિક્યુરિટી, શક્તિ પ્રોટેક્શન ફોર્સ અને M.K સિક્યુરિટી દ્વારા આ ખેલ કરવામાં આવ્યો છે. લેબર ડિપાર્ટમેન્ટ સહિત SMCને મૂર્ખ બનાવવામાં આવ્યા છે.

વર્ષ 2023માં પણ સિક્યુરિટી ગાર્ડ મૂકવાને લઈ કૌભાંડના આરોપ લાગ્યા હતા

તમને જણાવી દઈએ કે 2023માં પણ સુરતમાં વોર્ડ નંબર 16માં અલગ અલગ જગ્યાએ દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન જે સિક્યુરિટી ગાર્ડ નોકરી કરે છે એનું ભરપૂર શોષણ કરવામાં આવતું હોવાની માહિતી કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા અને દંડક શોભનાબેન કેવડિયાને મળી હતી અને રાત્રી દરમિયાન સુરત મહાનગરપાલિકાના અધિકારીને સાથે રાખીને વોર્ડ નંબર 16ની અંદર જેટલી જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ ડ્યુટી કરે તેવી દરેક જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ચેકિંગ દરમ્યાન એવી માહિતી સામે આવી હતી કે જે સિક્યુરિટી ગાર્ડની 8 કલાકની ડ્યુટી હોય છે તેમની પાસે 16 કલાક 18 કલાકની ડ્યુટી કરાવવામાં આવે છે, તેમ જ તેમનું શોષણ કરવામાં આવે છે. 18-18 કલાક ડ્યુટી કરે તો પણ 9,000 કે 11,000 જેટલો જ પગાર આપવામાં આવે છે.

  • Follow us on: