અમદાવાદમાં SGST વિભાગે મોટી કાર્યવાહી કરી છે. પાન-મસાલા અને તમાકુના ડીલર્સ પર કાર્યવાહી કરવામાં આવી છે. SGST વિભાગે મણિનગર, કુબેરનગર અને ચાંગોદરમાં 22 સ્થળોએ તપાસ હાથ ધરી છે. SGST વિભાગની તપાસમાં રૂપિયા 5.68 કરોડની કરચોરી સામે આવી છે. બિન હિસાબી વ્યવહારોની ગેરરીતિઓ સામે આવી છે. બિન હિસાબી વેચાણ અને સ્ટોક સહિતની ગેરરીતિઓ તપાસમાં સામે આવી છે.


30 જાન્યુઆરીએ ગુજરાતમાં વિવિધ સ્થાને SGST વિભાગે દરોડા પાડ્યા હતા

તમને જણાવી દઈએ કે 30 જાન્યુઆરીએ રાજ્યમાં SGST વિભાગે વિવિધ સ્થળે દરોડા પાડ્યા હતા. બિલ વગર વેચાણ કરતા કેમિકલના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. 14 વેપારીઓના ત્યાં દરોડા દરમિયાન રૂપિયા 9.11 કરોડની કરચોરી ઝડપાઈ હતી. SGST વિભાગે કેમીકલ્સ, ગીફ્ટ આર્ટીકલ્સ અને રમકડા, ઈલેક્ટ્રોનીક્સ, બ્યુટી પાર્લર અને મેન પાવર સહિત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત કુલ 14 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. રાજ્યમાં બિનહિસાબી વેચાણ અને ગેરરીતિઓ સામે આવતા SGST વિભાગે ગુજરાતમાં વિવિધ સ્થાને દરોડા પાડ્યા હતા. GST વિભાગે અમદાવાદ, સુરત, વાપી,વડોદરા, વ્યારામાં કેમિકલના 14 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. બિલ વગર વેચાણ કરતા વેપારીઓને ત્યા તપાસ શરૂ કરવામાં આવી હતી. GSTના દરોડા દરમિયાન 9.11 કરોડની કરચોરી ઝડપાઈ હતી. જેમાં બિનહિસાબી વેચાણ અને ગેરરીતિઓ સામે આવી હતી.

28 ડિસેમ્બરે 74 મોબાઈલ વેપારીઓના ત્યાં SGSTના દરોડા પડ્યા હતા

28 ડિસેમ્બરે ગુજરાતના મોબાઈલ વેપારીઓની મોટી કરચોરી સામે આવી હતી. રાજ્યના 74 મોબાઈલ વેપારીઓના ત્યાં SGSTના દરોડા દરમિયાન કરોડો રૂપિયાની કરચોરી પકડાઈ હતી. દરોડા દરમિયાન બોગસ ખરીદીઓ અને વેચાણ દર્શાવી કરોડોની કરચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. SGSTના દરોડા દરમ્યાન આ કરચોરી સામે આવી હતી. SGST વિભાગે 74 વેપારીની કરચોરી પકડી હતી અને કૂલ રૂપિયા 17.35 કરોડની કરચોરી ઝડપી હતી. બાલાજી મોબાઈલમાંથી 2.8 કરોડથી વધુ રૂપિયાની GST ચોરી ઝડપાઈ હતી.


  • Follow us on: