• ભક્તોને મળશે પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન ભસ્મ
  • શ્રાવણ 2024 માટે માત્ર 25 રૂપિયામાં બિલ્વપુજાનો ફરી પ્રારંભ
  • શ્રાવણ 2023 અને મહાશિવરાત્રી વર્ષ 23-24માં વિક્રમજનક 3 લાખ જેટલી પૂજા નોંધાઈ

શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા શ્રાવણ રુપી 30 દિવસીય શિવોત્સવ દરમિયાન સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે.પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર 25રૂપિયામાં નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, ભક્તોને મળશે પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન ભસ્મ.

સોમનાથ ટ્રસ્ટ દ્રારા લેવાયો નિર્ણય

સોમનાથ ટ્રસ્ટે ફરી શરૂ કરી છે ભક્તોની ફેવરિટ માત્ર 25 રૂપિયામાં બિલ્વપૂજા સેવા.સોમનાથ જ્યોતિર્લિંગ પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં હવે જોડાશે ભક્તોનું પુણ્ય.આ વખતે ભકતોને માત્ર 25રૂપિયામાં બિલ્વપૂજાના પ્રસાદમાં મોકલવામાં આવશે રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ.આ બિલ્વાર્ચન સોમનાથ મહાદેવને પૂજારીઓ દ્વારા કરવામાં આવશે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ પુણ્ય પ્રાપ્ત કરી શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરી રહ્યુ છે.

ઘરે બેઠા-બેઠા મળશે દાદાનો પ્રસાદ

અગાઉ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી 2023, શ્રાવણ 2023, અને મહાશિવરાત્રી 2024 પર ભક્તો માટે આ વિશેષ બિલ્વપુજા સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભક્તો તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમ પ્રતિસાદ મળ્યો હતો. ત્રણે ઉત્સવોમાં 3 લાખ જેટલા પરિવારોએ આ પૂજા નોંધાવી હતી અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત દેશભરમાં ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા હતા.

સોમનાથની બિલ્વપુજાનો તમે પણ લાભ લો

ગત શ્રાવણ માસમાં આ બિલ્વપુજા પ્રારંભ કરવામાં આવી હતી જેને ભાવિકોનો વિક્રમજનક પ્રતિસાદ મળ્યો હતો. તમામ અપેક્ષાથી ઉપર જઈને દેશ ભરમાંથી 2.50 લાખથી વધુ ભક્તોએ આ બિલ્વપુજાઓ નોંધાવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટે તમામ ભકતોની બિલવપુજાના યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી ભક્તોને લાઈવ દર્શન કરાવ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોના સરનામે મોકલવામાં આવેલ રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ મેળવીને મોટી માત્રામાં ભાવિકોએ આભાર વ્યક્ત કર્યો હતો. એટલુજ નહિ ભાવિકોને કોઈ કારણસર પ્રસાદ ન મળ્યો હોય તેમને ફરી પોસ્ટ કરીને અથવા મંદિર કાર્યાલયેથી રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ આપવામાં આવ્યા હતા.  

  • Follow us on: