ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકાઓમાં વરસાદ પડ્યો તેમજ અધિક શ્રાવણ અને શ્રાવણમાં ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટે રૂપિયા 21માં બિલ્વપૂજા સેવા શરૂ કરી તથા સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે. જેમાં પાંડેસરામાં ઝાડાઉલ્ટીના કારણે 7 વર્ષીય બાળકીનું મોત થયુ સહિત મહત્ત્વના સમાચાર ઉપરાંતના મહત્વના સમાચાર પર એક નજર કરીએ.
વધુ વાંચો : રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જાણો કયા કેટલો ખાબક્યો વરસાદ
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ જાંબુઘોડામાં 4 ઇંચ વરસાદ પડતા લોકોને હાલાકીનો સમાનો કરવો પડ્યો છે. તથા પાવી જેતપુરમાં 2.5 ઇંચ, જામકંડોરણામાં 2 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ છોટા ઉદેપુર અને ઉનામાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે.
વધુ વાંચો : શ્રાવણમાં ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટે રૂ.21માં બિલ્વપૂજા સેવા શરૂ કરી
અધિક શ્રાવણ અને શ્રાવણમાં ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટે રૂપિયા 21માં બિલ્વપૂજા સેવા શરૂ કરી છે. અગાઉ મહાશિવરાત્રી પર વિક્રમજનક 1.40 લાખ પૂજા નોંધાયા બાદ ટ્રસ્ટની રૂપિયા 21 બિલ્વપુજા શ્રાવણના 60 દિવસ ફરી પ્રારંભ કરવામાં આવ્યો છે.
વધુ વાંચો : સુરતમાં રોગચાળો વકર્યો, ઝાડાઉલ્ટીના કારણે 7 વર્ષીય બાળકીનું મોત
સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે. જેમાં પાંડેસરામાં ઝાડાઉલ્ટીના કારણે 7 વર્ષીય બાળકીનું મોત થયુ છે. બાળકીની તબિયત બગડતા સિવિલ ખસેડાઈ હતી. તેમાં સારવાર મળે તે પહેલા બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીનું મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
વધુ વાંચો : રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ વિસ્તારો થશે જળબંબાકાર
ગુજરાત રાજ્યમાં આજથી ભારે વરસાદની આગાહી છે. જેમાં આગામી 6 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમજ આજે અમરેલી, ભાવનગર, ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે.
વધુ વાંચો : શેરબજાર ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યું, સેન્સેક્સ 67,000ની નજીક
સ્ટોક માર્કેટ ઓપનિંગઃ સ્થાનિક શેરબજારમાં સતત નવા રેકોર્ડ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે સેન્સેક્સ 67,000 ના નિર્ણાયક સ્તરે પહોંચી ગયો છે અને નિફ્ટી રેકોર્ડ હાઈ પર ખુલ્યો હતો. ભારતીય શેરબજારની આજની ચાલ ખૂબ જ પ્રોત્સાહક છે અને નિફ્ટી નવા રેકોર્ડ હાઈ પર ખુલ્યો છે. સેન્સેક્સમાં પણ ઓલ ટાઈમ હાઈ લેવલ જોવા મળી રહ્યું છે.
વધુ વાંચો : વિરોધ પક્ષોની બેઠક પહેલા બેંગલુરુમાં નીતિશ કુમાર વિરુદ્ધ લાગ્યા પોસ્ટર
બેંગલુરુમાં વિપક્ષી દળોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં શરદ પવાર સહિત તમામ મોટા વિપક્ષી નેતાઓ ભાગ લઈ રહ્યા છે. આ બેઠક પહેલા બેંગ્લોરમાં પોસ્ટરો લગાવાયા છે. જેમાં વિપક્ષને એક થવાનું કહેવામાં આવ્યું છે. જો કે, આ પોસ્ટરો વચ્ચે મોડી રાત્રે કેટલાક એવા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા, જેમાં નીતિશ કુમારને નિશાન બનાવવામાં આવ્યા હતા. તે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હતા જેમણે વિપક્ષી એકતાની પહેલ કરી હતી, ત્યારબાદ મોડી રાત્રે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા અને તેમને અસ્થિર પીએમ ઉમેદવાર તરીકે ઓળખાવ્યા હતા. બેંગલુરુમાં આવા બીજા ઘણા મોટા પોસ્ટર પણ જોવા મળ્યા હતા.
વધુ વાંચો : NDAનું આજે શક્તિ પ્રદર્શન, ભાજપ અધ્યક્ષ નડ્ડાએ બેઠકનું મહત્વ સમજાવ્યુ
ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનના સહયોગી પક્ષોની આજે મંગળવારે દિલ્હી ખાતે બેઠક યોજાવાની છે. વિરોધપક્ષો દ્વારા બેંગલુરુ ખાતે થઇ રહેલા એકતાના પ્રદર્શન વચ્ચે એનડીએની આ બેઠક શાસક ગઠબંધનની શક્તિના પ્રદર્શન સમાન બની રહેશે. સ્પષ્ટ છે કે શાસક અને વિરોધપક્ષ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટેની તૈયારીમાં લાગી ગયા છે.
વધુ વાંચો : અમેરિકાએ PM મોદીને આપેલું વચન પૂરું કર્યું, ભારતને 105 મૂર્તિઓ પરત કરી
અમેરિકાએ ચોરાયેલી 105 મૂર્તિઓ ભારતને પરત કરી છે. તેને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે. આ તમામ મૂર્તિઓ પ્રાચીન સમયની છે. સેંકડો વર્ષ પહેલાં આ મૂર્તિઓ ભારતમાંથી ચોરાઈને ત્યાં લઈ જવામાં આવી હતી. આ મૂર્તિઓ બીજી-ત્રીજી સદીથી લઈને 18મી-19મી સદીની છે. આ મૂર્તિઓ ભારતના વિવિધ ભાગોની છે. સોમવારે ન્યૂયોર્કમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન અમેરિકાએ આ તમામ મૂર્તિઓ ભારતીય વાણિજ્ય દૂતાવાસને પરત કરી હતી.










