કથાકાર ચંદ્ર ગોવિંદ દાસના વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમણે એક વિવાદિત નિવેદન આપતાં અનુસુચિત સમાજમાં રોષ ફેલાયો છે. કથાકારે એક નિવેદનમાં કહ્યું કે,દીકરીને નોકરી કરાવતો પિતા સમાજ માટે શરમજનક છે જેને લઈ રોષ જોવા મળ્યો છે.બે દિવસ અગાઉ પણ ચંદ્ર ગોવિંદે વિવાદિત નિવેદન આપ્યું હતુ અને માફી માંગી હતી.


અનુસુચિત સમાજની કથાકાર વિરુદ્ધ ફરિયાદ નોંધવા માગ

આ સમગ્ર ઘટનાને લઈ રાજકોટ અનુસુચિત સમાજમાં રોષની લાગણી જોવા મળી છે,અનુસુચુચિત સમાજના અગ્રણીનું કહેવું છે કે,15 એપ્રિલ સુધી કથાકાર વિરુદ્ધ ફરિયાદ નોંધાય તેવી માગ કરાઈ છે, કથાકાર બે સમાજ વચ્ચે ઝઘડા કરાવવાનું કામ કરે છે અને આગેવાનનું કહેવું છે કે,આવા લોકોને કથાકાર કોણે બનાવ્યા તેને લઈ વિવાદ ઉઠયો છે.

કથાકારે બંધારણ બનાવવા વાળાને મુર્ખ કહ્યાં હતાં

કથાકારે એક નિવેદનમાં બંધારણ બનાવવા વાળાને મુર્ખ કહ્યાં હતાં. તેમણે એવું પણ કહ્યું હતું કે, સંવિધાને દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે. આ સંવિધાન ધર્મને આધારે બનવું જોઈએ.વિવાદ વધતાં કથાકારે માફી માંગી હતી.કથાકાર ચંદ્ર ગોવિંદદાસના નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ દલિત સમાજમાં રોષ ફેલાયો હતો.કથાકારે વીડિયો વાયરલ થયા બાદ તેમના નિવેદન અંગે વિરોધ વધતાં માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે, મારા વિશે ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે. મેં દીકરીઓ પર થતાં અત્યાચાર અંગે કહ્યું હતું.

 

  • Follow us on: