• પીપળોદમાં બાળક પર શ્વાનનો હુમલો
  • શ્વાનના ટોળાએ બાળક પર કર્યો હુમલો
  • ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

સુરતમાં રખડતા શ્વાન સૌથી મોટું જોખમ બન્યા છે. જેમાં સુરતના પીપળોદમાં બાળક પર શ્વાને હુમલો કર્યો છે. તેમાં શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કર્યો હતો. બાળકને શ્વાને 35થી વધુ બચકાં ભર્યા હતા. તેમજ ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

શ્વાનના હુમલાના અહેવાલ બાદ ટીમો દોડતી થઇ

શ્વાનના હુમલાના અહેવાલ બાદ ટીમો દોડતી થઇ છે. જેમાં ઉમરા ગામમાં વિદ્યાર્થી પર શ્વાને હુમલો કર્યો હતો. જેમાં મનપાની ટીમો શ્વાસનને પકડવા દોડતી થઇ છે. શ્વાન દ્વારા બાળક પર હુમલાના મામલે શહેરીજનોમાં આક્રોશ છે. ત્યારે શહેરમાં મનપાનું તંત્ર દોડતું થયું છે. જેમાં ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવા જેવી સ્થિતિ થઇ છે. ડોગ પકડવા માટે પાલિકાની ટિમ ઘટના સ્થળે પહોંચી છે. તેમાં સુરત મહાનગર પાલિકાની ટીમે છ શ્વાન પકડયા છે.

શ્વાન કરડેલ દર્દીઓ માટે અલાયદો વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો

અગાઉ પાંડેસરામાં 5 વર્ષીય બાળક પર શ્વાનોએ હુમલો કર્યો હતો. બાળક ઘર પાસે રમી રહ્યો હતો. તે દરમ્યાન શ્વાનોએ હુમલો કર્યો હતો. શ્વાને હુમલો કરતા મોઢાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે તાત્કાલી બાળકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. શહેરમાં નાના બાળકોનો શ્વાનના હુમલાનાં કેસો વધી રહ્યા છે. સુરત સિવિલમાં શ્વાનના હુમલાની સારવાર માટે અલાયદો વોર્ડ ઉભો કરાયો છે. મળતી માહિતી મુજબ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ 15 થી 17 શ્વાન કરડવાનાં કેસ આવી રહ્યા છે. ત્યારે હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં શ્વાન કરડ્યાના ઈન્જેક્શન પુરતા પ્રમાણમાં છે. તેમજ શ્વાન કરડેલ દર્દીઓ માટે અલાયદો વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે. 

  • Follow us on: