• મોરબીમાં ટ્રક ચાલકો હડતાળ પર ઉતર્યા
  • સુરત ટેક્સટાઈલ માર્કેટમાં ટેમ્પો ચાલકો દ્વારા વિરોધ
  • અકસ્માતમાં 10 વર્ષની સજાના અને લાખોના દંડના કાયદાનો વિરોધ

10 વર્ષની સજાને લઈને મોરબીમાં વિરોધ

મોરબીમાં ટ્રક ચાલકો હડતાળ પર ઉતર્યા છે. અકસ્માતમાં 10 વર્ષની સજાના કાયદાના વિરોધમાં હડતાળ પર ઉતર્યા છે. મોરબીના રવિરાજ ચોકડી પાસે રોડ પર ટ્રકો ઉભી રાખી હડતાળ પર ઉતરી ગયા હતા. હડતાળને પગલે રોડ પર ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.

સુરતમાં વિરોધ પ્રદર્શન

તેવી જ રીતે અકસ્માતના નવા કાયદાને લઈને સુરતમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરત ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં ટેમ્પો ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોમર્શિયલ વાહનોના માલિકો તથા ડ્રાઈવરો દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે. જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યાં હતા.

કેન્દ્ર સરકારના નવા કાયદાનો વિરોધ

ભારતીય દંડ સંહિતાની વિવિધ જોગવાઈઓને લઈ વિરોધ કોમર્શિયલ વાહનોના માલિકો અને ડ્રાઈવરો દ્વારા કાયદાના વિરોધમાં હડતાળ પાડીને વિરોધ કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, આ નવા કાયદા મુજબ 10 વર્ષ સજા અને લાખોના દંડની જોગવાઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા કાયદામાં નવા સુધારા વધારાને કારણે નવા કાયદામાં આકરી જોગવાઇ અને લાખોનો દંડ છે. જેનો ટ્રક ચાલકો અને કોમર્શિયલ વાહન માલિકોએ વિરોધ કર્યો છે.

  • Follow us on: