આપના સસ્પેન્ડેડ કોર્પોરેટર રાજેશ મોરડિયાને પોલીસ કમિશ્નરે પાસા હેઠળ મહેસાણા જેલ ભેગો કરી દીધો હતો. આ ઉપરાંત, આરટીઆઈ એક્ટિવિસ્ટ્સ, બુટલેગરો, કાપડ માર્કેટના ચિટરો સહિત કુલ ૧૭ સામે પોલીસ કમિશ્નરે પાસાનું સસ્ત્ર ઉગામી અલગ-અલગ જેલમાં મોકલી આપ્યા હતા.ખંડણીખોરીના ગોરખધંધા કરતા તત્વો પર કાયદાનો સકંજો કસી રહી છે.


પોલીસે મોરડિયાને પાસામાં મહેસાણા જેલ મોકલી દીધો

ઉપરાછાપરી ગુના નોંધવા સાથે ખાખીનો ખૌફ પણ બતાવાઈ રહ્યો છે. દરમિયાન હવે પોલીસ કમિશ્નરે આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. કમિશ્નરે આરટીઆઈની આડમાં બ્લેકમેલિંગ કરી ખંડણી વસૂલનારા બળવંત હીરજી વરિયા (ઉં. ચ.૪૬, રહે- મહેક રેસિડન્સી, સિંગણપોર- મુળ તરેડ, મહુવા,ભાવનગર)ને પોરબંદર જેલ, વબિત બાબુ ડોંડા (ઉં.વ.૩૪, રહે- નીલકંઠ બઝરીયાસ ગઢપુર રોડ, સરથાણા-મુળ રૂપાવટી, ગારિયાધર, ભાવનગર)ને ભુજ જેલ, આપના કોર્પોરેટર રાજેશ રાધવ મોરડિયા (ઉ.વ.૪૯, રહે. કિષ્ણા એવન્યુ મોટાવરાછા- મુળ જમણવાર, પાલિતાણા)ને મહેસાણા જેલમાં મોકલી આપ્યા હતા. આમ આઠમી પાર્ટીના સસ્પેન્ડેડ કોર્પોરેટર રાજેશ મોરડિયા સામે ખંડણીના બે ગુના નોંધાયા હતા. જેથી પોલીસે મોરડિયાને પાસામાં મહેસાણા જેલ મોકલી દીધો હતો.

શહેર પોલીસ છેલ્લાં દોઢ-બે મહિનાથી આરટીઆઈની આડમાં

કાપડ માર્કેટના ચિટરો, સાઇબર ક્રિમિનલ્સ સામે પણ કાર્યવાહી કરી પોલીસ કમિશ્નરે કુલ ૧૭ને પાસા કર્યા હતા. જેમાં કાપડ માર્કેટના ચિટરો શૈલેષ પોપટ ખેની (ઉ.વ.૪૩, રહે. નિર્મળનગર. સરથાણા જકાતનાક- મુળ ઊંચડી., તળાજા, ભાવનગર), દિનેશ નારાયણ પાટીલ (ઉ.વ.૪૯, રહે- રામીપાર્ક સોસાયટી, ડિડોલી. મુળ જલગાંવ), આબીદ હુસૈન બેદાર હુસૈન રિઝવાની (ઉ.વ.૪૮, રહે- સુંદરમ એપાર્ટમેન્ટ, ન્યુ બોમ્બે માર્કેટ પાસે- મુળ લખની) અને સુનિલ માતાપ્રસાદ મિશ્રા (ઉ.વ.૪૯, રહે. સાઇવીલા એપાર્ટમેન્ટ, ગોડાદરા-મુળ અયોધ્યળને પણ પાસામાં મોકલી અપાયા હતા. સાથોસાથે સાઇબર ઓફેન્ડર સંજય મધુ કાતરિયા (ઉ. વ.૩૪, રહે- શ્રી દર્શન બંગ્લોઝ, દેવધ. મુળ મહુવા. ભાવનગર), સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરાઇ હતી. બુટેલગરો ભરત રામચંદ્ર પાટીલ (ઉ.વ.૪૨, રહે- પ્રયોશા પ્રાઇમ્સ, ડિંડોલી- મુળ ધુલિયા), અનિલ રતનલાલ દાયમા,(ઉ.વ.૨૩, રહે- રામનગર, ઉધના), અસામાજીક તત્વો રાહુલ મહેન્દ્ર માલી (ઉ.વ.૨૫, રહે- શિવ વાટિકા, નંદસાળ રોડ, કામરેજ. મુળ બાલોતરા રાજસ્થાન), પારસ કિશન ગુર્જર (ઉ.વ.૨૨, રહે- બસેરા સોસાયટી, કામરેજ- મુળ ભિલવાડા, રાજસ્થાન), અમિર ઉર્ફે આમિર ઉર્ફે બાપુ સલીમ સૈયદ (ઉ.વ.૨૬, રહે. નહેરૂનગર, ઉમરવાડા મુળ ગોરવા, વડોદરા), સુમિત ઉર્ફે દબંગ સંતોષ મિશ્રા (ઉ. વ.૨૭, રહે- આકાશપૃથ્વી એપાર્ટમેન્ટ વડોદ, પાંડેસરા-મુળ યુપી), મનિષ રમાશંકર પ્રજાપતિ (ઉ.વ. ૨૩, રહે-શિવનગર, સચિન. મુળ જોનપુર યુપી), વિનય વિશાલ આહિર (ઉ.વ.૨૧, રહે- રાજ આઇકોન્સ, ગોડાદરા. મુળ સાવરકુંડલા, અમરેલી) અને આબીદ કાદિર શેખ (ઉ. વ.૩૮, રહે- ભેસ્તાન આવાસ. મુળ જલગાવાને પણ પાસામાં ધકેલી દેવાયા હતા.

 

  • Follow us on: