સુરતમાં 18.17 કિલો ગાંજા સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,જેમાં બિકાસ પરીડા અને ચંન્દ્રમણી પ્રધાનની ધરપકડ કરવામાં આવી છે,બન્ને આરોપીઓ ઓડિશાના ગંજામ જિલ્લાના વતની છે અને ઓડિશાથી ગાંજો લઈને સુરત આવ્યા હોવાની વાત સામે આવી છે,તો પોલીસે બન્ને સામે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ આદરી છે.
સારોલી પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી પકડાયો ગાંજો
સુરતમાં ગાંજો અવાર-નવાર પકડાતો હોય છે ત્યારે ફરી એક વાર ગાંજો ઝડપાયો હતો,પોલીસને બાતમી હતી કે નિયોલ ચેકપોસ્ટ પાસે બે શખ્સો ગાંજો લઈને આવી રહ્યાં છે અને તેની તપાસ કરી તો તેમની પાસે ડબ્બામાંથી ગાંજો ઝડપાયો હતો,તો ગાંજો આપનાર કાના પરીડા અને ભુઆ પાંડી ફરાર થઈ ગયા છે.કેટલા સમયથી ગાંજો લાવતા હતા તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
10 એપ્રિલ 2025ના રોજ પણ રેલવે સ્ટેશન પરથી ઝડપાયો ગાંજો
સુરત રેલવે પોલીસે સ્નિફર ડોગ 'ડ્રેક'ની મદદથી રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસમાંથી ૪.૪૫ કિલો ગાંજો જપ્ત કર્યો છે. રેલવેના નાયબ પોલીસ મહાનિરીક્ષક પરિક્ષીતા રાઠોડ અને સરોજકુમારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પર ટ્રેન આવી ત્યારે પોલીસ ટીમે તપાસ હાથ ધરી. સ્નિફર ડોગ 'ડ્રેક'એ કોચ નંબર S-9 અને S-10ની વચ્ચેના કોરિડોરમાં પડેલી એક કાળા રંગની સ્કૂલ બેગ તરફ ધ્યાન દોર્યું.
2 એપ્રિલ 2025ના રોજ પણ ઝડપાયો હતો હાઈબ્રિડ ગાંજો
સુરતમાં રૂપિયા 30 લાખનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો છે,સરાલી પોલીસે બાતમીના આધારે ગાંજો ઝડપી પાડયો હતો,પોલીસે ગાંજા સાથે આરોપી કેનીલ પટેલની ધરપકડ કરી હતી,તો અક્ષય સોની પાસેથી આ ગાંજો પકડયો હોવાની વાત સામે આવી હતી,મુંબઈથી આ ગાંજો મંગાવવામાં આવ્યો હતો,તો પોલીસે વધુ તપાસ હાથધરી હતી.