પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂર બાદ ભાજપ દ્વારા સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ ઠેર ઠેર તિરંગા યાત્રા નીકળી હતી. સુરતમાં યોજાયેલી તિરંગા યાત્રામાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદીએ આતંકીઓના આકાઓને ચેલેન્જ આપી હતી. પહેલગામના આતંકી હુમલાનો બદલો લીધો છે.


આપણા દ્વારા બનાવેલા હથિયારો દ્વારા ભવ્ય વિજય મળ્યો

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદીઓને મદદ કરે છે. ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે. પીએમ મોદી અને સેનાએ સંયમ સાથે ટાર્ગેટને પૂર્ણ કર્યો છે. આપણા દ્વારા બનાવેલા હથિયારો દ્વારા ભવ્ય વિજય મળ્યો છે. દુનિયાને ભારતે પોતાની તાકાત નો પરચો બતાવ્યો છે.પીએમ મોદીએ જે કહ્યું હતું તે પૂરું કર્યું છે.લોકોની આશા અને અપેક્ષા પીએમ મોદીએ પૂર્ણ કરી છે.

આવા અનેક હુમલાઓ અનેક વખત થયા છે

તેમણે વધુમાં કહ્યું હતું કે,આવા અનેક હુમલાઓ અનેક વખત થયા છે.દેશના તમામ લોકોમાં એક સંતોષની ભાવના છે.ભારત કોઈપણ મુશ્કેલી સામે એક થઈને અમે લડીશુ. આખી દુનિયાને આ સંદેશો પહોંચાડ્યો છે. સેનાને પણ ખૂબ અભિનંદન પાઠવું છું. તમામ સમાજના લોકોએ એકતા અને તાકાત બતાવી છે. અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ અને વડોદરા સહિત તિરંગા યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.


  • Follow us on: