રાજ્યમાં ગુનાના પ્રમાણમાં વધારો થયો છે. સૌથી વધુ સુરતમાં ક્રાઈમ રેટમાં વધારો થયો છે. સુરત શહેર અને જિલ્લામાં ક્રાઈમ રેટના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 2 વર્ષમાં સુરત શહેર, જિલ્લામાં હત્યાના 266 કેસ નોંધાયા છે. તો બીજી તરફ બે વર્ષમાં દુષ્કર્મના 657 કેસ, મહિલા અત્યાચારના 767 ગુના નોંધાયા છે.
દેશમાં સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યને વધુ બહેતર માનવામાં આવે છે. પરંતુ હવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી છે. ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં સુરતમાં ક્રાઈમ રેટના આંકડા બહાર આવ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં ક્રાઈમ રેટના ચોંકાવનારા આંકડા મુજબ, સુરત શહેર અને જિલ્લામાં 31-1-2025ની સ્થિતિએ હત્યાના 266 ગુના છેલ્લા બે વર્ષમાં નોંધાયા છે.
સુરત શહેર અને જિલ્લામાં ક્રાઈમ રેટના ચોંકાવનારા આંકડા
- છેલ્લા 2 વર્ષમાં સુરત શહેર, જિલ્લામાં હત્યાના 266 કેસ
- સુરત શહેર, જિલ્લામાં બે વર્ષમાં દુષ્કર્મના 657 કેસ
- સુરત શહેર, જિલ્લામાં બે વર્ષમાં ચોરીના 4,889 કેસ
- બે વર્ષમાં મહિલા અત્યાચારના 767 ગુના નોંધાયા
- નવસારી જિલ્લામાં બે વર્ષમાં હત્યાના 26 ગુના નોંધાયા
- દુષ્કર્મના 44, ચોરીના 365, મહિલા અત્યાચારના 48 કેસ
- વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં બહાર આવી વિગતો
સુરત શહેર અને જિલ્લામાં ક્રાઈમ રેટના ચોંકાવનારા આંકડા મુજબ, છેલ્લા 2 વર્ષમાં સુરત શહેર, જિલ્લામાં હત્યાના 266 કેસ, સુરત શહેર, જિલ્લામાં બે વર્ષમાં દુષ્કર્મના 657 કેસ નોંધાયા છે. સુરત શહેર, જિલ્લામાં બે વર્ષમાં ચોરીના 4,889 કેસ નોંધાયા છે. બે વર્ષમાં મહિલા અત્યાચારના 767 ગુના નોંધાયા છે. નવસારી જિલ્લામાં બે વર્ષમાં હત્યાના 26 ગુના નોંધાયા છે. દુષ્કર્મના 44, ચોરીના 365, મહિલા અત્યાચારના 48 કેસ નોંધાયા છે.