ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરતાની સાથે જ લોકોનો વિરોધ શરૂ થઈ ગયો છે. સ્માર્ટ મીટરનું બિલ વધુ આવતુ હોવાથી લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. વિધાનસભા ગૃહમાં ઊર્જા મંત્રીએ સ્માર્ટ મીટરના ફાયદા વર્ણવ્યા હતા, પરંતુ વડોદરા અને ગોધરા સહિત રાજ્યભરના શહેરીજનોમાં સરકારના આ નિર્ણય સામે ભારે રોષ જોવા મળ્યો છે. તાજેતરમાં વડોદરાના વાઘોડિયામાં એમજીવીસીએલના સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે લોકોએ વિરોધ કર્યો હતો. હવે સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ હિંસક બન્યો હોવાની ઘટના સામે આવી છે.


ચારેય શખ્સોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના કોસાડ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવા ગયેલી ટીમ લાકડીથી હુમલો કરાયો હતો. ચાર શખ્સોએ લાકડીથી વીજ કંપનીના કર્મચારી પર હુમલો કર્યો હતો. કર્મચારીને ચારેય શખ્સોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં અમરોલી પોલીસે એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

હુમલો કરનારા ચાર શખ્સોની ધરપકડ

સુરતના કોસાડ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવા માટે ગયેલા ડીજીવીસીએલ કંપની અને અલેથીયા નામની પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓ પર હુમલો કરાયો હતો. હુમલો કરનારા ચાર લોકોએ કર્મચારીને કહ્યું હતું કે, બીજીવાર દેખાઈશ તો જીવતો નહીં રહેવા દઉ. આ ઘટના બન્યા બાદ અમરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કર્મચારીઓ પર હુમલો કરનારા ચાર શખ્સોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: