ગાંધીના ગુજરાતમાં દારુબંધી છે. પણ બુટલેગર્સ ગેરકાયદેસર રીતે દારુ રીતે અવનવા કિમિયા કરીને રાજ્યમાં દારુ ઘૂસાડતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ સુરતમાં બન્યો છે. થર્ટી ફર્સ્ટ પહેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે.
સુરતમાં થર્ટી ફર્સ્ટ પહેલા વિદેશી દારૂ ઝડપાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરત મુંબઈથી ટ્રાન્સપોર્ટ મારફતે વિદેશી દારૂ ઘૂસાડવામાં આવ્યો હતો. ખટોદરા પોલીસે બાતમીના આધારે રેડ કરતા ભેદ ખુલ્યો હતો. દરોડા દરમિયાન ખટોદરા પોલીસે બીયરની ટીન મળી કુલ 1352 નંગ દારૂના જથ્થા સાથે વિજય દસલાણીયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.













